Gujarat Exclusive > ગુજરાત > PHOTOS: તૌકતે વાવાઝોડાએ ગુજરાતના દરિયાકાંઠે વેર્યો વિનાશ, અનેક લોકોના ઘર તૂટ્યા

PHOTOS: તૌકતે વાવાઝોડાએ ગુજરાતના દરિયાકાંઠે વેર્યો વિનાશ, અનેક લોકોના ઘર તૂટ્યા

0
61

ગાંધીનગર: તૌકતે વાવાઝોડુ ઉના ખાતે રાત્રે 9.30 વાગ્યે ટકરાયુ હતું. વાવાઝોડાને પગલે દિવમાં 133 કિમીની ઝડપે પવન ફુંકાયો હતો. વાવાઝોડાને કારણે દિવ-ઉનામાં 300થી વધુ વૃક્ષો ધરાશાયી થઇ ગયા હતા જ્યારે રાજુલા અને અમરેલીમાં વાવાઝોડાને કારણે અનેક લોકોના ઘર તૂટી ગયા હતા અને પતરા ઉડી ગયા હતા.

તૌકતે વાવાઝોડાની મોટી વાતો

  • તૌકતે વાવાઝોડાને કારણે ગુજરાત અને મુંબઇમાં ભારે વરસાદ થયો હતો જેને કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે.
  •  પીએમ મોદીએ ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવાના મુખ્યમંત્રીઓ સાથે ફોન પર વાતચીત કરી હતી અને તૌકતે તોફાનની તૈયારીની સમીક્ષા કરી હતી. પીએમ મોદીએ રાજ્યોને કેન્દ્રની પુરી મદદનો વિશ્વાસ અપાવ્યો હતો.
  • NDRFની 2 ટીમ પૂણેથી દાદરા નગર હવેલી અને દમણ દીવ પહોચી હતી. આ ટીમોએ ત્યા જઇને રાહત અને બચાવ કામ હાથ ધર્યુ હતું.
  • સૌરાષ્ટ્ર જતી ટ્રેનોને વાવાઝોડાને પગલે 21 મે સુધી બંધ કરવામાં આવી છે.

મુંબઇ-ગોવામાં પણ જોવા મળી અસર

આ પહેલા મુંબઇમાં તૌકતેની અસર જોવા મળી હતી. જ્યા આશરે 300થી વધુ ઝાડ પડી ગયા હતા. સાથે જ 6 લોકોના મોત થયા હતા. વાવાઝોડાને પગલે મુંબઇ અને ગોવા એરપોર્ટને કેટલાક કલાક માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. આ સિવાય આ વાવાઝોડુ ગોવા અને કર્ણાટકમાં પણ પોતાનો કહેર બતાવ્યો હતો.

તૌકતે વાવાઝોડાને કારણે સુરતના ઉધના વિસ્તાર સહિતના અનેક વિસ્તારમાં ઝાડ પડી ગયા હતા. ઝાડને સુરક્ષિત ખસેડવા માટે સુરત મહાનગરપાલિકાની ટીમ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat