Gujarat Exclusive > દેશ-વિદેશ > મહારાષ્ટ્રમાં આજે ‘નિસર્ગ’ વાવાઝોડું ત્રાટકશે, CM ઠાકરેની લોકોને ઘરમાં રહેવા અપીલ

મહારાષ્ટ્રમાં આજે ‘નિસર્ગ’ વાવાઝોડું ત્રાટકશે, CM ઠાકરેની લોકોને ઘરમાં રહેવા અપીલ

0
185

મુંબઈ: મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં કોરોના પહેલાથી જ હાહાકાર મચાવી રહ્યો છે, ત્યારે હવે “નિસર્ગ”નામનું વાવાઝોડું આજે બપોરે અથવા સાંજે ત્રાટકી શકે છે. જ્યારે વાવાઝોડું ટકરાશે ત્યાંર 120 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે. મુંબઈ પોતાના ઈતિહાસમાં પ્રથમ વખત એક મોટા વાવાઝોડાનો સામનો કરવો પડશે. ભારે વરસાદ તો મુંબઈગરાઓ માટે કંઈ નવી વાત નથી, પરંતુ 120 કિમી પ્રતિકલાકની ઝડપ તેઓ પ્રથમ વખત જોશે.

આજે મુંબઈ, પાલઘર, અલીબાગ અને ઠાણેમાં વાવાઝોડાની અસર જોવા મળશે. “નિસર્ગ”નું લેન્ડફૉલ રાયગઢના અલીબાગમાં હોવાનું અનુમાન છે. બુધવારે મુંબઈ, પાલઘર, ઠાણે અને રાયગઢ જિલ્લા સગિત ઉત્તર-મધ્ય મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. આ વાવાઝોડાના પગલે દરિયો તોફાની બનશે અને જો 1-2 મીટર ઊંચા મોજા ઉછળશે, તો મુંબઈ, ઠાણે, પાલઘર અને રાયગઢના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે.

ગુજરાતના નવસારીમાં પણ વાવાઝોડાની અસર વર્તાશે

જો મહારાષ્ટ્રના દક્ષિણ કાંઠાથી જોઈએ તો, સિંધુદુર્ગ, રત્નાગિરિ, રાયગઢ, મુંબઈ, પાલઘર થઈને દમણ અને ગુજરાતમાં નવસારી સુધી તેની અસર જોવા મળી શકે છે. આ વાવાઝોડાને પગલે કોસ્ટગાર્ડના જવાનોએ દરિયો ખેડનારા લોકોને એલર્ટ કરવાનું શરૂ કરી દીધુ છે.

ગુજરાતમાં “નિસર્ગ” વાવાઝોડાનું ટ્રેલર જોવા મળ્યું છે. રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદના સમાચાર મળ્યા છે. ગુજરાતના નવસારી આસપાસ દરિયામાં ઊંચા મોજા ઉછળવાનું શરૂ થઈ ગયું છે. વહીવટી તંત્રએ લોકોને દરિયાના કાંઠા વિસ્તારથી દૂર રહેવાની અપીલ કરી છે.

પાલઘરના લોકોમાં ડર
2018માં એક હાઈટાઈડના પગલે પાલઘરના એક ગામના સાડા ત્રણસો ઘર વહી ગયા હતા. હવે આજે આવી રહેલા “નિસર્ગ”ને પગલે અહીના લોકોમાં ડર જોવા મળી રહ્યો છે. શહેરોની સરખામણીએ ગામમાં “નિસર્ગ”ને લઈને વધારે ડર જોવા મળે છે.

કેટલાક લોકોને વહીવટી તંત્ર દ્વારા સ્કૂલ અને કોમ્યુનિટી સેન્ટરમાં સ્થળાંતર કરવામાં આવ્યું છે. એક મોટો પડકાર એવા માછીમારોનો સંપર્ક કરવાનો છે, જેઓ વાવાઝોડાથી અજાણ છે અને માછીમારી પકડવા દરિયામાં ગયા છે. પાલઘરમાં તકેદારીના ભાગરૂપે NDRFની બે કંપનીઓ તૈનાત કરી દેવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, દમણ, દીવ અને દાદરા નગર હવેલીમાં વાવાઝોડાની વધુ અસર રહેશે. મુંબઈ સહિત ઉત્તર મહારાષ્ટ્રના અનેક વિસ્તારો અને કોંકણમાં ભારે વરસાદની આગાહી છે. આ સાથે જ દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં પણ વાવાઝોડાની અસર જોવા મળશે. વાવાઝોડાના ખતરાને જોતા સેના અને NDRFની ટીમ એલર્ટ છે.

મુખ્યમંત્રી ઠાકરેની લોકોને અપીલ
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ લોકોને બે દિવસ સુધી ઘરની અંદર જ રહેવાની અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે, “નિસર્ગ” વાવાઝોડુ વધારે શક્તિશાળી બન્યું છે. અમે પ્રાર્થના કરીએ છીએ કે, અહીં પહોંચતા પહેલા તે નબળુ પડે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ભારતીય સેનાની ત્રણેય પાંખો અને NDRFની ટીમો એલર્ટ છે.

PM મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચે થઈ વાતચીત, ભારતને G-7નું આમંત્રણ