Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > તૌકતે વાવાઝોડાની બપોરે 4 કલાક સુધીની સ્થિતિ

તૌકતે વાવાઝોડાની બપોરે 4 કલાક સુધીની સ્થિતિ

0
52
  • ધોલેરા અને ઘંઘૂકાના 2000થી વઘુ લોકોને આશ્રય સ્થાનોમાં સ્થળાંતરીત કરાયા

  • સ્થળાંતર કામગીરી દરમ્યાન એક પણ કોરોના સંક્રમિત- પોઝિટિવ જણાઇ આવેલ નથી

  • ચારથી પાંચ હજાર જેટલા ફૂડ પેકેટ તૈયાર કરાવવામાં આવશે

ગાંધીનગર: તૌકતે સંભવિત વાવાઝોડા દરમિયાન લોકો સલામત રહે તેમજ જિલ્લામાં કોઈ પ્રકારની જાનમાલની નુકસાની ન થાય તે માટે અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ધોલેરા અને ઘંઘૂકા તાલુકાના વાવાઝોડા સંભવિત અસરગ્રસ્ત ગામોના 2000 થી વઘુ લોકોને સુરક્ષિત રીતે સલામત સ્થળોએ ખસેડવામા આવ્યા હોવાનુ અમદાવાદ જિલ્લા કલેકટર સંદીપ સાગલેએ જણાવ્યું છે.

ઘોલેરા તાલુકાના 31 સલામત સ્થળોએ અને ઘંઘૂકા તાલુકામા ઊભા કરવામાં આવેલ આશ્રયસ્થાનોમાં સ્થળાંતરિત કરવાની કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરવામાં આવી છે. ધોલેરામાં ‘મલ્ટી પર્પસ cyclone સેન્ટર’ છે, જ્યાં એન.ડી.આર.એફ.ની એક ટીમ તૈનાત કરવામાં આવી છે. તમામ વ્યક્તિઓના રેપિડ એન્ટીજન ટેસ્ટ કરાવ્યા બાદ જ આશ્રય સ્થાનોમાં સ્થળાંતર કરવામાં આવ્યા છે. આ તમામ ગામોમાં કોવિડ કેર સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે. રેપિડ ટેસ્ટ દરમિયાન પોઝિટિવ જણાઇ આવતાં દર્દીઓને કોવિડ કેર સેન્ટરમાં સ્થળાંતર કરીને સારવાર અર્થે મુકવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર સ્થળાંતર કામગીરી દરમ્યાન એક પણ કોરોના સંક્રમિત- પોઝિટિવ જણાઇ આવેલ નથી.સેવાભાવી સંસ્થાના સહયોગથી ચારથી પાંચ હજાર જેટલા ફૂડ પેકેટ તૈયાર કરાવવામાં આવશે. ‌આશ્રય સ્થાનોમાં રહેલ તમામ વ્યક્તિઓને સમયસર જમવાનું મળી રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat