Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > રાજકોટ LCB PSIની ઓળખ આપી ફ્લિપકાર્ટના આસીસ્ટન્ટ મેનેજર સાથે ઠગાઈ

રાજકોટ LCB PSIની ઓળખ આપી ફ્લિપકાર્ટના આસીસ્ટન્ટ મેનેજર સાથે ઠગાઈ

0
123
  • FB IDથી યુવતીને બિભસ્ત ફોટો મોકલ્યાની અરજીની તપાસના નામે યુવક સાથે ઠગાઈ
  • યુવકના તીનપત્તી ગેમ એકાઉન્ટમાંથી 650 કરોડ ચિપ્સ ટ્રાન્સફર કરી લીધાની ફરિયાદ

અમદાવાદ: ફ્લિપકાર્ટ કંપનીના આસીસ્ટન્ટ મેનેજર યુવકને ફોન પર રાજકોટ LCB PI તરીકે ઓળખ આપી કોઈ ઠગે યુવકના તીનપત્તી ગેમ ઓનલાઈન એકાઉન્ટમાંથી (Teen Patti Game Account) અંદાજીત 650 કરોડ ચિપ્સ ટ્રાન્સફર કરી ઓનલાઈન ઠગાઈ (Online Cheating) આચરી હતી. સાયબર સેલે યુવકની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ઘાટલોડિયા ગુલાબ ટાવર રોડ પર સનસ્ટાર કોમ્પ્લેક્ષમાં રહેતો સમીર નરેન્દ્ર પટેલ (ઉં,30) ખેડા ખાતે ફ્લિપકાર્ટ પ્રા.લી. કપનીમાં આસીસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવે છે. સમીર પટેલે અજાણ્યા શખ્સ વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત તા.4-9-2020ના રોજ સમીર મ્યુનિસિપલ માર્કેટ સીજી રોડ પર સાંજે બેઠો હતો. તે સમયે તેના મિત્ર પ્રતિક શાહનો ફોન આવ્યો હતો. પ્રતિકે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચમાંથી કોઈ સાહેબ વાત કરવા માંગે છે. તેમ કહી પ્રતીકે તે વ્યક્તિને કોન્ફરન્સ કોલમાં લીધો હતો.

રાજકોટ ક્રાઈમબ્રાન્ચ LCB PSI દિગ્વીજયસિંહ જાડેજા તરીકે ઓળખ આપી સમીરને સવાલ કર્યો કે, તારું નામ સમીર છે, તું ફ્લિપકાર્ટ છે. આથી સમીરે હા પાડતા તે વ્યક્તિએ જણાવ્યું કે, તારા FB IDથી યુવતીને બિભસ્ત ફોટો મોકલ્યાની ફરિયાદ મારી પાસે છે.

આ પણ વાંચો:  સાસુ-સસરાનો પુત્રવધૂ પર જીવલેણ હુમલો, જમણા હાથે કાતર મારતાં 8 ટાંકા આવ્યા

સમીરે કોઈ ફોટો ન મોકલ્યાનું જણાવતા ફોન કરનારે છેલ્લા 6 મહિનામાં કોઈ ફોન વેચ્યો તેવો સવાલ કર્યો હતો. સમીરે જૂનો ફોન વેચ્યાનું જણાવ્યું હતું. ફોન પર PSIની ઓળખ આપનારે હું ચેક કરી લઉં તેમ કહી સમીરના મોબાઈલ ફોનનું મોડલ પૂછ્યું હતું.

સમીરે VIVO Y-15 કહેતા તે વ્યક્તિએ તારૂ Yahoo ID ચેક કરવું પડશે. જેથી તારા મોબાઈલમાં પાસવર્ડ આવે તે મને આપજે.

આથી સામે છેડે PSI બોલતા હોવાનું માની સમીરે પાસવર્ડ આપ્યો હતો. તે પછી ફોન કટ થઈ ગયો હતો. બીજી તરફ સમીરે જોયું તો ફેસબૂક ID લોગ આઉટ થયું હતું. તેમજ તે તીન પત્તી ગેમ આઈડીમાં સમીરે લોગીન થવા પ્રયત્ન કરતા તે લોગીન થઈ શક્યો ન હતો.

સમીરે મિત્રના મોબાઇલથી ચેક કરતા તેના તીન પત્તી આઈડી ચેક કરતા એકતા સોની અને પર્વ દેગડાના આઇડીમાં તીન પત્તીની વર્ચ્યુલ ચિપ્સ ટ્રાન્સફર થતી હતી.આ રીતે આરોપીએ આશરે તીનપત્તીની 650 કરોડ ચિપ્સ બીજાના આઈડીમાં ટ્રાન્સફર કરી લીધી હતી.

હાલ સાયબર સેલે આ બનાવ અંગે સમીર પટેલની ફરિયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. (પ્રતિકાત્મક ફોટો)

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9