Gujarat Exclusive > આપણી જરૂરિયાત > સ્વાસ્થ્ય-શિક્ષા > કરોડો ઇન્ટરનેટ યુઝર્સને જોખમ, હેકર્સ ગૂગલ ક્રોમમાં ‘ગેમ’ કરી રહ્યા છે

કરોડો ઇન્ટરનેટ યુઝર્સને જોખમ, હેકર્સ ગૂગલ ક્રોમમાં ‘ગેમ’ કરી રહ્યા છે

0
197
  • નકલી ગૂગલ ક્રોમ એક્સટેન્શનથી યુઝર્સનો શિકાર
  • જોખમી ટ્રિકથી મોબાઇલની બેટરી લાઇફને નુકસાન
  • બેન્કમાંથી પૈસા ટ્રાન્સફર થઇ જવાનો પણ રહેલો ડર

નવી દિલ્હીઃ ભારત સહિત વિશ્વભરમાં સાઇબર ક્રાઇમ (Cyber Crime) વધી રહ્યું છે. હવે હેકર્સ (Hackers) નકલી ગૂગલ ક્રોમ એક્સટેન્શન (Google Chrome extension)દ્વારા યુઝર્સને શિકાર બનાવી રહ્યા છે. શોધમાં જણાયું કે હેકર બહુ ચાલાકીથી યુઝર(Users)ના ડિવાઇસમાં વાઇરસવાળા એક્સટેન્શનની એન્ટ્રી કરવી દે છે.

આ ખતરનાક ટ્રીકથી મોબાઇલની બેટરી લાઇફને નુકશાન તો થાય જ છે. સાથે યુઝર્સના એકાઉન્ટમાંથી પૈસા ચોરાઇ જવાનું જોખમ રહેલું છે. આ જોખમી એક્સટેન્શન ડાઉનલોડ કર્યા પછી સાઇબર ક્રિમિનલ સહેલાઇથી યુઝરનો ફોન એક્સેસ કરી લે છે અને સંખ્યાબંધ એડ સ્પમ મોકલી દે છે. તે ફોનની બેટરી ખર્ચી નાંખે છે. સાથે બેન્ક એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી લેવાનો ડર પણ રહે છે.

વિશ્વના 8 કરોડ ફોનમાં આ એક્સટેન્શન ડાઉનલોડ

ચિંતાની વાત એ છે કે આ ખતરનાક એક્સટેન્શનને વિશ્વભરના 8 કરોડ યુઝર્સે ડાઉનલોડ કરી રાખ્યું છે. સાયબર સિક્યોરિટી એક્સપર્ટે જણાવ્યું કે આ વાઇરસવાળા ટૂલ્સ (એક્સટેન્શન) ક્રોમ વેબ સ્ટોર પર ઉપલબ્ધ છે અને હેકર્સ તેના દ્વારા જ ફોનની બેટરીને નકસાન પહોંચાડી રહ્યા છે.

આ પણ વાંચોઃ Child Mutual Fund: આવી રીતે કરશો રોકાણ, તો તમારું બાળક બનશે કરોડપતિ

એડ બ્લોકિંગ અને પ્રાયવસી પ્રોટેક્શનના નામે ગેમ

સિક્યોરેટી એક્સપર્ટ AdGuardએ આવા 300 જેખમી ટૂલ્સ પકડી પાડ્યા છે, જે યુઝરના ડિવાઇસમાં એડ-બ્લોકિંગ અને પ્રાયવસી પ્રોટેક્શન તરીકે ઘૂસણખોરી કરે છે. આ જેખમી એક્સટેન્શન પોતાને એડ-બ્લોકિંગ ટૂલ, ગેમ, થીમ્સ અને વોલપેપપ ગણાવે છે. રાહતની વાત એ છે કે ગૂગલે તેને ક્રોમ વેબ સ્ટોરથી હટાવી લીધા છે.

ક્રોમ વેબ સ્ટોર પર સૌથી ઉપર દેખાય છે

AdGuardએ ગત સપ્તાહે પોતાના બ્લોગમાં લખ્યું કે યુઝરે સ્કેમ એક્સટેન્શન શોધવા માટે બહુ વધારે સમય ખર્ચવા કે નીચે સુધી સ્ક્રોલ કરવાની જરુર નથી હોતી. ક્રોમ વેબ સ્ટોર પર આ વાઇરસવાળા ટૂલ (Extention) લિસ્ટમાં સૌથી ઉપર હોય છે. એડગાર્ડને આ પ્રદૂષિત એક્સટેન્શન અંગે ત્યાર ખબર પડી જ્યારે તેના એક્સપર્ટ નકલી એડ બ્લોકર્સને શોધવા માટે રિસર્ચ કરી રહ્યા હતા. એક્સપર્ટે રિસર્ચમાં જોયું કે ક્રોમ બરાઉઝર પર આશરે 300 આવા ટૂલ્સ છે, જે વિશ્વભરના ફોનની બેટરી લાઇફ માટે જોખમી છે.

આ પણ વાંચોઃ આનંદોઃ સોનામાં એક દિવસમાં 1600-ચાંદીના ભાવમાં રૂ.2500નો કડાકો

આ ત્રણ ટ્રીક વાપરે છે

AdGuardએ બ્લોગ પોસ્ટમાં હેકર્સની ત્રણ ટ્રીક અંગે જણાવ્યું, જેનાથી યુઝર્સને નુકસાન પહોંચી રહ્યું છે.

-ગૂગલ સર્ચમાં માલવેર (Malware)વાળી અસંખ્ય જાહેરાત Ad મોકલી દે છે.
-ફેક એક્સટેન્શનમાં વેબ કૂકીઝ દ્વારા ઓનલાઇન પેમેન્ટ પોતાના ખાતમાં લઇ છે.
-હેકર્સ વિશ્વમાં ગમે ત્યાં બેસી ક્રોમ યુઝરના ફોનની કામની રીત બદલી નાંખે છે.

ઉપરની ત્રણમાંથી પહેલી ટ્રીકમાં યુઝર્સ એડ ડિવાઇસ માટે સમસ્યા બને છે. પરંતુ સૌથી જોખમી બીજી ટ્રિક છે, જેમાં યુઝર્સ પૈસા કમાવવાની લાલચમાં ફસાઇ જાય છે. જ્યારે ત્રી ટ્રિક પણ ઓછી જોખમી નથી, તેમાં હેકર ગમે ત્યારે પોતાની મરજીથી યુઝરનો ફોન ઓપરેટ કરી શકે છે.

આ પણ વાંચોઃ Corona: રેલવેની ફરી મોટી જાહેરાતઃ 30 સપ્ટેમ્બર સુધી બધી ટ્રેનો રદ કરાઇ

આ જોખમી ટૂલ (એક્સટેન્શનથી બચવાના ઉપાય

-સમજ્યા વિચાર્યા વિના બિન જરુરી બ્રાઉઝર એક્સટેન્શન ડાઉનલોડ ન કરો.
-હંમેશા માત્ર વિશ્વાસપાત્ર ડેવલોપરના એક્સટેન્શન જ ડાઉનલોડ કરો.
-એક્સટેન્શનના ડિસ્ક્રિપ્શનમાં લખેલી વાતો પર ભરોસો ન કરશો.
-યુઝર્સના રિવ્યૂ પણ તમને અહીં નકલી જ મળશે.
-ક્રોમ વેબ સ્ટોરના ઇન્ટરનેલ સર્ચનો ઉપયોગ કરશો નહીં.