Gujarat Exclusive > દેશ-વિદેશ > ક્યાક નાઇટ કરફ્યૂ તો ક્યાક લૉકડાઉન, ફરી ઘરોમાં કેદ કરશે કોરોના?

ક્યાક નાઇટ કરફ્યૂ તો ક્યાક લૉકડાઉન, ફરી ઘરોમાં કેદ કરશે કોરોના?

0
173
  • અમદાવાદમાં 57 કલાકનું કરફ્યૂ

  • ઓસ્ટ્રેલિયામાં 10 દિવસનું લોકડાઉન Curfew or Lockdown

  • અમેરિકાના ઓહિયોપ્રાંતમાં 21 દિવસનો કરફ્યૂ

ઠંડીમાં વધારો અને તહેવારોની સીઝન વચ્ચે ફરી એક વખત કોરોનાના કેસમાં વધારો થયો છે. ગુજરાત, દિલ્હી, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર સહિત દેશના કેટલાક ભાગમાં સંક્રમિતોની સંખ્યામાં ઉછાળો જોવા મળ્યો છે. એવામાં સરકાર ફરી કડકાઇથી નાઇટ કરફ્યૂથી લઇને લોકડાઉન લગાવવા પર વિચાર કરી રહી છે. કેટલીક જગ્યાએ તો આ રીતના પગલા પણ ભરવામાં આવ્યા છે. એવામાં સવાલ ઉભા થઇ રહ્યા છે કે શું અમે ફરી માર્ચની સ્થિતિમાં પહોચી રહ્યા છીએ, જ્યારે કોરોનાએ તમામ ઘરોની અંદર કેદ કરી લીધા હતા. WHOની ચેતવણી અને કેટલાક યુરોપીય દેશોના અનુભવ તો આ રીત તરફ ઇશારો કરી રહ્યા છે. જોકે, કેટલાક જાણકાર એમ પણ માની રહ્યા છે કે દેશ અથવા લોકડાઉન તો નથી થવા જઇ રહ્યુ પરંતુ મોટા ભાગના કેસ ધરાવતા જિલ્લા અને શહેરોમાં ફરી લોકડાઉન લાગી શકે છે. Curfew or Lockdown

અમદાવાદમાં 57 કલાકનું કરફ્યૂ

ગુજરાતના અમદાવાદ શહેરમાં કોરોના વાયરસ સંક્રમણના પ્રસાર રોકવા માટે શુક્રવારથી 57 કલાકનો કરફ્યૂ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખતા ગુજરાત સરકારે રાજ્યમાં 23 નવેમ્બરથી માધ્યમિક સ્કૂલ અને કોલેજ ખોલવાના પોતાના નિર્ણય પર રોક લગાવી દીધી છે. અધિકારીઓએ કહ્યુ કે અમદાવાદ શહેરમાં શુક્રવારે 20 નવેમ્બરે રાત્રે 9 વાગ્યાથી કરફ્યૂ શરૂ થશે, જે સોમવારે 23 નવેમ્બરે 6 વાગ્યા સુધી ચાલુ રહેશે. અધિક મુખ્ય સચિવ રાજીવ કુમાર ગુપ્તાએ કહ્યુ કે આ પૂર્ણ કરફ્યુ દરમિયાન માત્ર દૂધ અને દવાની દુકાનો જ ખુલ્લી રહેશે. રાજીવ ગુપ્તાએ જાહેરાત કરી હતી કે 20 નવેમ્બરથી આગામી આદેશ સુધી રાતના 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કરફ્યૂ લાગુ રહેશે. જોકે, તેના કેટલાક કલાક બાદ જ રાજીવ ગુપ્તાએ કહ્યુ કે શુક્રવાર રાતથી સોમવાર સવાર સુધી પૂર્ણ કરફ્યૂ લાગુ હશે. Curfew or Lockdown

આ પણ વાંચો: CMએ કહ્યું લોકડાઉન નહી થાય, લોકો પુછે છે- તો પછી આ શું છે?

દિલ્હીમાં કડકાઇ

દિલ્હીમાં કોરોનાનો ગ્રાફ ઝડપથી વધી રહ્યો છે અને રેકોર્ડ સંખ્યામાં લોકો સંક્રમિત થઇ રહ્યા છે અને જીવ ગુમાવવાને કારણે દિલ્હીને લઇને ટેન્શન વધી ગઇ છે. અરવિંદ કેજરીવાલ સરકારે એક તરફ દંડની રકમમાં વધારો કર્યો છે તો ઠંડીમાં મહેમાનોની સંખ્યામાં ઘટાડો કરવામાં આવ્યો છે.છઠ પૂજા પર લોકોને નદીઓ અને તળાવ કિનારે જવાની પરવાનગી આપવામાં આવી નથી તો રાજ્ય સરકારે ફરી એક વખત મોટા બજારમાં લોકડાઉન પર વિચાર કરવા મજબૂર થઇ ગઇ છે. છેલ્લા 24 કલાકમાં 8 હજારથી વધુ કેસ સામે આવ્યા છે. દિલ્હીમાં નવેમ્બરની શરૂઆતના 16 દિવસમાં 1 લાખથી વધુ નવા કેસ સામે આવ્યા છે તો 1200થી વધુ લોકોના મોત થયા છે. એવામાં પાટનગર દિલ્હીમાં એક વખત કડકાઇથી પાલન કરવુ પડી શકે છે. Curfew or Lockdown

WHOએ આપી ચેતવણી

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ના ક્ષેત્રીય ડિરેક્ટરે કહ્યુ છે કે ઠંડી નજીક આવતા જ પશ્ચિમ એશિયામાં કોરોના સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યા છે. મોટી સંખ્યામાં મોતને રોકવા માટે દેશોએ પ્રતિબંધને વધુ કડક કરવા અને બચાવના પગલા ભરવાની જરૂર છે. WHOના પૂર્વી ભૂમધ્યસાગરીય વિસ્તારના ડિરેક્ટર અહેમદ અલ મંધારીએ કાહિરામાં કહ્યુ કે આ વિસ્તારના દેશોએ વર્ષની શરૂઆતમાં કડક લોકડાઉન લાગુ કર્યા પરંતુ હવે તે ઢિલાશ રાખી રહ્યા છે, તેમણે કહ્યુ કે મહામારીથી બચવાનો મૂળભૂત ઉપાય- સામાજિક અંતરનું પાલન કરવાથી લઇને માસ્ક પહેરવાનું પાલન નથી થઇ રહ્યુ. જેને કારણે હોસ્પિટલમાં દર્દીઓ ઉભરાયા છે. વિશ્વના કેટલાક દેશમાં ફરી લોકડાઉન લગાવવામાં આવી રહ્યુ છે. Curfew or Lockdown

વિશ્વના કેટલાક દેશમાં ફરી લોકડાઉન

કોરોના વાયરસના સતત વધતા કેસને કારણે દુનિયા ફરી એક વખત ચિંતામાં મુકાઇ ગઇ છે. આખા વિશ્વમાં અત્યાર સુધી 5.48 કરોડથી વધુ લોકો સંક્રમિત થઇ ચુક્યા છે.

અમેરિકા: ઓહિયો પ્રાંતમાં 21 દિવસનો કરફ્યૂ

અમેરિકાના ઓહિયો પ્રાંતમાં વધતા કેસને ધ્યાનમાં રાખતા 21 દિવસનો કરફ્યૂ લગાવવામાં આવ્યો છે. આયોવા, નોર્થ અને સાઉથ ડકોટા અને યૂટા પ્રાંતમાં માસ્ક પહેરવુ જરૂરી કરી દેવામાં આવ્યુ છે. સ્કૂલોને ફરી ખોલવાની યોજના પણ સ્થગિત કરવામાં આવી રહી છે. ડૉક્ટરોએ લોકોને મોટા સમારંભ ના કરવાની અપીલ કરી છે. અમેરિકામાં ચૂંટણી બાદ રિપબ્લિકન પાર્ટીના રાજ્યોના કડકાઇથી નિર્ણય લેવાના શરૂ કર્યા છે. આયોવાના ગવર્નર કિમ રેનોલ્ડ્સ માસ્ક પહેરવાના વિરૂદ્ધ હતા, તેમણે પણ પોતાના નિયમમાં બદલાવ કર્યો છે.

આ પણ વાંચો: ફરી સરકારે લોકોને અસમંજસમાં મુક્યા! કોરોનાના વધતા કેસ માટે જવાબદાર કોણ

સ્કોટલેન્ડ: ધરપકડની જોગવાઇ

સ્કોટલેન્ડમાં નિકોલા સટર્જેનના નેતૃત્વ ધરાવતી સરકારે કોરોનાના અચાનક વધતા કેસને ધ્યાનમાં રાખતા ટિયર-3 અને ટિયર-4 સ્તર પર પ્રતિબંધ લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. આ સ્તરના પ્રતિબંધોમાં ઘરમાં મેલજોલ, એક શહેરથી બીજા શહેર પર જવા પર પ્રતિબંધ. સ્કૂલ-કોલેજ બંધ કરી દેવામાં આવી છે. હોટલ માત્ર સાંજે છ વાગ્યા સુધી જ ખુલ્લી રહેશે. સરકારે કોરોનાના સૌથી વધુ પ્રભાવિત વિસ્તારમાં ઘર છોડનારાઓની ધરપકડની જોગવાઇ કરી છે. આ સિવાય શહેર છોડીને બીજી જગ્યાએ જવુ પણ ગુનો માનવામાં આવશે. Curfew or Lockdown

બ્રિટન: 8 લોકોના ભેગા થવાની પરવાનગી

બોરિસ જોનસન સરકારે ક્રિસમસ પહેલા કોરોના વાયરસના કેસની આશંકાને કારણે ટિયર-4 સ્તરના કડક પ્રતિબંધ લાગુ કરવાની તૈયારી કરી છે. સરકારે નક્કી કર્યુ છે કે ક્રિસમસના પ્રસંગે પાંચ દિવસ થોડી છૂટ મળશે. આ દરમિયાન ઘરમાં માત્ર સાતથી આઠ લોકો એક વખત ઉજવણી કરવા માટે ભેગા થઇ શકશે. સરકાર અહી એક મહિનાનો લોકડાઉન લાગુ કરવાનો આદેશ પહેલા જ આપી ચુકી છે. બ્રિટનની નેશનલ હેલ્થ સર્વિસે વેલ્સ, ગ્રેટર માનચેસ્ટર, લિવરપૂલ સિટી, લંકાશાયર, સાઉથ યોર્ક શાયર અને સ્કોટલેન્ડમાં લોકડાઉન લગાવ્યુ છે. બ્રિટનમાં કોવિડ-19થી મોતની સંખ્યા યૂરોપમાં તમામ દેશથી વધુ છે.

ફ્રાંસ: કરફ્યૂની જાહેરાત

અહી નવ મુખ્ય શહેરમાં સંક્રમણ સતત વધતા કરફ્યૂ લગાવવાની જાહેરાત કરવામાં આવી છે. પેરિસ સહિત ફ્રાંસના નવ શહેરોમાં રાતના નવથી લઇને સવારે છ વાગ્યા સુધી કરફ્યૂ લાગુ રહેશે. જો આ દરમિયાન કોઇ બહાર નીકળે છે તો તેની પાસે કોઇ પુરતા કારણ હોવા જરૂરી હશે નહી તો તેમણે ભારે દંડ ભરવો પડશે. આ નિયમ ઓછામાં ઓછા ચાર અઠવાડિયા માટે લાગુ કરવામાં આવ્યા છે. Curfew or Lockdown

જર્મની: ઘરોમાં રહેવાની અપીલ

જર્મનીની ચાન્સલર એન્જેલા મર્કેલે લોકોને ઘરમાં જ રહેવાની અપીલ કરી છે. આ સાથે જ બાર-રેસ્ટોરન્ટને જલ્દી બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. અહી મોટી સંખ્યામાં લોકોના જમા થવા પર પ્રતિબંધ છે. ફેસ માસ્ક અને સામાજિક અંતરનું પાલન જરૂરી હશે. અતિ સંવેદનશીલ દેશોમાંથી પરત ફરેલા લોકોના કોરોના ટેસ્ટને અનિવાર્ય કરી દેવામાં આવ્યુ છે.

ઇટાલી-બેલ્જિયમમાં હોટલ બંધ

ઓસ્ટ્રેલિયાની સરકારે દસ દિવસ માટે લોકડાઉન જાહેર કર્યુ છે. આ સિવાય ઇટાલી, ફ્રાંસ, ઓસ્ટ્રેલિયા, પોર્ટુગલ સહિત કેટલાક દેશ ઘણા સમય પહેલાથી પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ઇટાલી, બેલ્જિયમે તો એક મહિના માટે હોટલ-રેસ્ટોરન્ટ પર પ્રતિબંધ લગાવ્યો છે. અહી સ્કૂલ-કોલેજ પણ બંધ કરી દેવામાં આવી છે. Curfew or Lockdown