Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > 8 મહાનગરોમાંથી 1 ડિસેમ્બરથી રાત્રિ કર્ફ્યૂ હટાવી લેવાની શક્યતા

8 મહાનગરોમાંથી 1 ડિસેમ્બરથી રાત્રિ કર્ફ્યૂ હટાવી લેવાની શક્યતા

0
11

ગુજરાતમાં કોરોના વાયરસના કેસો ઘટતા સરકારે કેટલીક છુટછાટ આપી છે. ત્યારે 1 ડિસેમ્બરથી લગ્ન પ્રસંગ માટે 800 લોકોને મંજૂરી આપવામાં આવી શકે છે. તો બીજી બાજુ રાત્રિ કફર્યૂં પણ હટાવી લેવામાં આવે તેની શક્યતા છે.

રાજ્યમાં વ્યાપકપણે થયેલા રસીકરણને કારણે કોરોનાના કેસો પણ અંકુશમાં છે. દિવાળી બાદના સમયમાં પણ કેસોમાં મોટો ઉછાળો આવ્યો નથી. ધોરણ 1થી 5ની સ્કૂલો શરૂ કરી દેવાઈ છે. બીજી તરફ લગ્નો, સ્નેહમિલન સમારોહ જેવા સામાજિક પ્રસંગોનું મોટા પાયે આયોજન થઈ રહ્યું છે ત્યારે લોકોને નિયંત્રણમાં વધુ છૂટછાટ અપાશે.

આ સિવાય પહેલી ડિસેમ્બરથી પ્રી-વાઇબ્રન્ટ ઇવેન્ટના ભાગરૂપે અમદાવાદ-ગાંધીનગર અને અન્ય સ્થળોએ પણ પહેલી ડિસેમ્બરથી એક પછી એક કાર્યક્રમો યોજાવાના હોવાથી અને તેમાં ભાગ લેવા માટે બહારના લોકો તેમજ ટ્રાન્સપોર્ટેશન વધે તેમ હોવાથી હાલ 8 મહાનગરોમાં લાદવામાં આવેલો રાત્રે 12થી સવારે 6 સુધીનો રાત્રિ કર્ફ્યૂ પણ ઉઠાવી લેવાય તેવી શક્યતા છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat