Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદના કોટ વિસ્તારમાં આવતીકાલથી કર્ફ્યું, CM રૂપાણીએ જાહેરાત કરી

અમદાવાદના કોટ વિસ્તારમાં આવતીકાલથી કર્ફ્યું, CM રૂપાણીએ જાહેરાત કરી

0
2548

અમદાવાદ શહેરમાં કોરોના વાયરસના વધી રહેલા કેસને જોતા કોટ વિસ્તાર અને દાણીલીમડા વિસ્તારને 21 એપ્રિલ સુધી કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો છે. આ અંગે રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી નાયબ મુખ્યમંત્રી અને ગૃહરાજ્યમંત્રી સાથે લાંબી મિટીગનું આયોજન બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આવતીકાલથી સવારે 6 વાગ્યાથી કર્ફ્યુનો અમલ થશે. મહિલાઓને આમાં 3 કલાક મુક્તિ આપવામાં આવી છે. બપોરે 1થી 4 વાગ્યા સુધી કર્ફ્યૂમાં મુક્તિ અપાશે.

કોંગ્રેસના 3 ધારાસભ્યો સાથે બેઠક બાદ આ જાહેરાત કરવામાં આવી

કોરોનાને પગલે અમદાવાદના કોટ વિસ્તારને ક્લસ્ટર કન્ટેન્મેન્ટ કરાયો છે. ત્યારે અમદાવાદના 3 વિસ્તારના કોંગ્રેસના ધારાસભ્યો સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મિટિંગ યોજી હતી. મિટિંગમાં વર્તમાન પરિસ્થિતિ અંગે ચર્ચાવિચારણા કરી હતી. જેમાં દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમાર, દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ કોરોના કેસને પગલે ઊભી થયેલી સ્થિતિની ચર્ચા કરી હતી. આ ચર્ચામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા જોડાયા હતા.

અમદાવાદમાં કોરોનાનો આંકડો 350ના પાર

ગુજરાતમાં આજે કોરોના વાઈરસના વધુ 45 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે, જેમાં સૌથી વધુ 31 કેસ અમદાવાદમાં નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા વધીને 617 પર પહોંચી ગઈ છે, જ્યારે અત્યાર સુધીમાં કુલ 26 લોકો મોતને ભેટ્યાં છે. આ સાથે જ અમદાવાદમાં સૌથી વધુ કોરોનાના કુલ 351 કેસો નોંધાયા છે અને 13 લોકોના મોત થયા છે. આ ઉપરાંત વડોદરામાં 107, સુરતમાં 42, રાજકોટમાં 18, ભાવનગરમાં 24 અને પાટણમાં 14, ભરૂચમાં 11 અને ગાંધીનગરમાં 16 કેસ કોરોના પોઝિટિવના નોંધાયા છે.

ગુજરાતમાં કોરોનાના નવા 45 કેસ નોંધાયા, અમદાવાદમાં આંકડો 350ના પાર