Gujarat Exclusive > યુથ > સ્પોર્ટ્સ > ચેન્નાઇ ફરી ફોર્મમાં: સીઝનમાં સતત 5મી જીત સાથે મોખરે, હૈદરાબાદની 7 વિકેટે હાર

ચેન્નાઇ ફરી ફોર્મમાં: સીઝનમાં સતત 5મી જીત સાથે મોખરે, હૈદરાબાદની 7 વિકેટે હાર

0
38

ધોનીના ઓપનર ડુપ્લેસિસ અને ઋતુરાજ વચ્ચે 129 રનની ભવ્ય ભાગીદારી

નવી દિલ્હીઃ રાજધાનીમાં કોરોનાના વધતા કેસો વચ્ચે ચેન્નાઇએ હૈદરાબાદ (CSK wins over SRH)ને 7 વિકેટે પરાજય આપી પોઇન્ટ ટેબલમાં મોખરાનું સ્થાન મેળવી લીધું. CSK માટે ગત સીઝન બહુ નિરાશજનક હતી. કેપ્ટન ધોની પર પણ માછલા ધોવાયા હતા. પરંતુ તે ફરી જુના ફોર્મમાં આવી ગયું છે. ચેન્નાઇએ છેલ્લી 10માંથી 7 મેચમાં હૈદરાબાદને હરાવ્યું. આ સાથે IPL 14મી સીઝનમાં હૈદરાબાદ 6માંથી 5 પરાજય સાથે પોઇન્ટ ટેબલમાં સૌથી નીચે છે.

ચેન્નઈ અને હૈદરાબાદ વચ્ચે દિલ્હીના અરુણ જેટલી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં યોજાઈ હતી. આ સીઝનની દિલ્હીમાં પ્રથમ મેચ રમાઈ હતી. આ મેચમાં હૈદરાબાદના કેપ્ટન ડેવિડ વોર્નરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

વોર્નર અને મનીષ પાન્ડેય વચ્ચે 106 રનની ભાગીદારી

વોર્નર અને મનીષ પાંડે વચ્ચે બીજી વિકેટમાં 106 રનની મહત્વની ભાગીદારી સાથે 3 વિકેટ 171 રન બનાવ્યા હતા. વોર્નરે 55 બોલમાં 3 ફોર અને બે સિક્સની મદદથી 57 અને મનીષ પાન્ડેયે 46 બોલમાં 5 ચોગ્ગા અને 1 છગ્ગા થકી 61 રન નોંધાવ્યા હતા. કેન વિલિયમ્સને માત્ર 10 બોલમાં 4 ફોર અને એક સિક્સ ફટકારી અણનમ 26 રન કર્યા હતા.

ઋતુરાજ અને ડુપ્લેસિસે ઠંડા કલેજે જીતનો પાયો નાંખ્યો

જવાબમાં 172 રનના લક્ષ્યાંક સાથે મેદાનમાં ઉતરેલા ચેન્નાઇના ઓપનરો ઋતુરાજ ગાયકવાડ અને ફાફ ડુપ્લેસિસે નિરાંતે 13 ઓવર સુધી રમી પ્રથમ વિકેટમાં 129 રનની ભાગીદારી નોંધાવી CSK માટે જીત (CSK wins over SRH)નો પાયો નાંખી દીધો હતો. આ સ્કોરે આઉટ થતાં પહેલાં ગાયકવાડે 44 બોલમાં 12 ફોર થકી 75 રન બનાવ્યા હતા.

ડુપ્લેસિસે 38 બોલમાં 6 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 56 રના કર્યા હતા. બાકીનું કામ જાડેજા (7*) અને રૈના (17*) એ પુરું કર્યું હતું. દરમિયાનમાં મોઇન અલીએ ત્રીજા ક્રમે આવી 8 બોલમાં 15 રનનો ફાળો આપ્યો હતો.

મનીષ પાન્ડેય અને વોર્નરની આઇપીએલમાં સિદ્ધિ

મનીષ પાંડે 150મી મેચ રમી રહ્યો છે. એણે IPLમાં 20મી અર્ધસદી નોંધાવી છે. હૈદરાબાદ માટે આ સિદ્ધિ પ્રાપ્ત કરનાર વોર્નર પછી બીજો ખેલાડી બન્યો. ડેવિડ વોર્નરે IPLમાં 50મી અર્ધસદી નોંધાવી હતી. આ સિદ્ધિ પ્રાપ્ત કરનારો એ IPLનો પ્રથમ ખેલાડી છે. CSK wins over SRH

શિખર ધવન 43 ફિફ્ટી સાથે બીજા નંબર પર છે. વોર્નરે T-20 ફોર્મેટમાં પોતાના અંગત 10 હજાર રન પૂરા કર્યા હતા. આસ્ટ્રેલિયન ઓપનરીની આ 304મી T-20 મેચ હતી. આ સિદ્ધિ પ્રાપ્ત કરનાર વોર્નર વિશ્વનો ચોથો ખેલાડી બન્યો, ક્રિસ ગેઈલ 13,839 રનથી ટોપ પર છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat