Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > ટ્રાફિકના આકરા નિયમોથી ત્રસ્ત વાહન ચાલકોને મળશે વધુ એક ફટકો!

ટ્રાફિકના આકરા નિયમોથી ત્રસ્ત વાહન ચાલકોને મળશે વધુ એક ફટકો!

0
883

વિશ્વની સૌથી મોટો ઓઈલ ઉત્પાદક (Oil Producer) કંપની સાઉદી અરામકો (Saudi Aramco) પર ડ્રોન હુમલો (Drone Attack) થયા બાદ સોમવારે બ્રેટ ક્રૂડ (Brent Crude)ની કિંમતોમાં 28 વર્ષનો સૌથી મોટો ઉછાળો આવ્યો છે. સોમવારે ઈન્ટરનેશનલ માર્કેટમાં બ્રેન્ટ ક્રૂડની કિંમતોમાં 20 ટકા તેજી નોંધાઈ છે. 14 જાન્યુઆરી 1991 બાદ ઈન્ટ્રા-ડેમાં આ સૌથી મોટો ઉછાળો છે. કાચુ ઓઈલ મોંઘુ થવાથી ભારત પર સૌથી મોટી અસર થશે.

આ અંગે એક્સપર્ટનું કહેવું છે કે, આનાથી દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં મોટો ઉછાળો આવી શકે છે. આગામી 15 દિવસમાં પેટ્રોલના ભાદ 5-7 રૂપિયા પ્રતિ લીટર સુધી વધી શકે છે. જેને કારણે મોંઘવારી વધવાની આશંકા પણ વધી ગઈ છે.

જણાવી દઈએ કે, શનિવારે હૌથી વિદ્રોહી સંગઠનોએ સઉદી અરબની ઓઈલ કંપની અરામકોના અબકૈક અને ખુરાઈસમાં સ્થિત તેલના કૂવા પર ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો હતો. જે બાદથી સઉદી અરબની ઓઈલ કંપનીએ ઉત્પાદન લગભગ ઓછુ કરી દીધું છે. સઉદી ઓઈલ કંપની અરામકોએ જણાવ્યું કે, તેઓ આગામી 2 દિવસો સુધી ઉત્પાદન ઓછુ રાખશે, જેથી તે તેલના કૂવાઓની મરામ્મત કરવામાં આવી શકે, જ્યાં હુમલો થયો છે.

એક જ દિવસમાં 20 ટકા મોંઘુ થયું ક્રૂડ ઓઈલ
ઓઈલ પ્રાઈસ ડૉટ કૉમના રિપોર્ટ પ્રમાણે, સોમવારે ઈન્ટરનેશનલ માર્કેટમાં બ્રેન્ટ ક્રૂડ 19.5 ટકાના વધારા સાથે 71.95 ડૉલર પ્રતિ બેરલ પહોંચી ગયું છે, જે 28 વર્ષમાં એક દિવસની સૌથી મોટી તેજી છે.

સઉદી અરબ વિશ્વનું સૌથી મોટો તેલ એક્સોપોર્ટર છે અને સરકારી તેલ પ્રોડ્યૂસર સઉદી અરામકો પર હુમલાને પગલે કંપનીએ પૂરવઠામાં 57 લાખ બેરલ પ્રતિદિનનો કાપ મૂક્યો છે. જે વૈશ્વિક પૂરવઠાના 6 ટકા છે.

ભારતમાં 7 રૂપિયા મોંઘુ થશે પેટ્રોલ
કેડિયા કમોડિટીજના મેનેજીંગ ડિરેક્ટર અજય કેડિયાના જણાવ્યા પ્રમાણે, ઈન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઈલની કિંમતોમાં ઉછાળાની અસર ભારત પર પણ પડશે. ભારતમાં ક્રૂડ ઓઈલના પૂરવઠા માટે સઉદી અરબ મહત્વપૂર્ણ સોર્સ છે. ભારત માટે સઉદી અરબ ક્રૂ઼ ઓઈલનું બીજુ સૌથી મોટું નિકાસકાર છે. એવામાં ઈન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઈલની કિંમતોમાં તેજીની અસર ભારત પર પણ પડશે.

તેમણે જણાવ્યું કે, સપ્ટેમ્બર મહિનામાં ક્રૂડ ઓઈલની કિંમતો 80 ડૉલર પ્રતિ બૈરલ સુધી પહોંચી શકે છે. ક્રૂડ ઓઈલ મોંઘુ થવાની અસર રૂપિયા પર પણ પડશે અને રૂપિયો 5 થી 8 ટકા સુધી નબળો પડી શકે છે. મોંઘુ ક્રૂડ ઓઈલ અને નબલા રૂપિયાથી આગામી 10 દિવસમાં દેશમાં પેટ્રોલની કિમતોમાં 7 રૂપિયા સુધીનો વધારો થઈ શકે છે.

કાશ્મીરની સ્થિતિ પર CJI ગોગોઈનું મોટું નિવેદન