Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > ભારતમાં 10.51 રુપિયે લીટર ક્રૂડ ઓઈલ, તો ક્યારે ઘટશે પેટ્રોલ-ડીઝલની કિંમતો?

ભારતમાં 10.51 રુપિયે લીટર ક્રૂડ ઓઈલ, તો ક્યારે ઘટશે પેટ્રોલ-ડીઝલની કિંમતો?

0
573

કોરોનાના કહેરથી ક્રૂડ માર્કેટની હાલત કફોડી થઈ ચુકી છે. આંતરાષ્ટ્રીય બજારમાં બુધવારે ક્રૂડ ઓઈલના ભાવ 18 વર્ષના નિચલા સ્તરે પહોંચી ગયા છે જ્યારે ભારતીય કોમોડિટી માર્કેટમાં ક્રૂડ ઓઈલના ભાવ 1,672 રૂપિયા પ્રતિ બેરલ એટલે કે, 10.51 રૂપિયા પ્રતિ લીટર ઘટાડો થયો છે. જેને પગલે લોકો ઉમ્મીદ કરી રહ્યા છે કે, આવનારા દિવસોમાં પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં હજુ ઘટાડો આવશે.

અંતરરાષ્ટ્રીય બજારમાં સતત ઘટાડો

મલ્ટી કોમોડિટી એક્સજેન્જ પર રાત્રે 10.03 વાગ્યે ક્રૂડ ઓઈલને માર્ચ કોન્ટ્રાક્ટમાં અગાઉના સત્રથી 400 રૂપિયા એટલે કે,190.9 ટકાના ઘટાડા સાથે પ્રતિ બેરલ 1,695 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યું છે, જ્યારે અગાઉના ભાવ બેરલ દીઠ 1,672 રૂપિયા રહ્યા હતા. એક બેરલમાં 159 લીટર ક્રૂડ ઓઈલ હોય છે. આ પ્રકાર એક લીટર ક્રૂડ ઓઈલની કિંમતમાં દેશમાં 10.51 રૂપિયા હશે.

ઈન્ટરકોન્ટિનેન્લ એક્સચેન્જ પર બ્રેન્ટ ક્રૂડમાં મે કોન્ટ્રક્ટમાં પાછલા સત્રથી 3.21 ડોલર એટલે કે, 11.17 ટકા ઘટાડોની સાથે 25.52 ડોલર પ્રતિ બેરલ રહ્યું હતું. જ્યારે આ પહેલા બ્રેન્ટના ભાવ 25.33 ડોલર પ્રતિ બેરલ સુધી ઘટ્યુ જે 2003 બાદથી સૌથી નિચલો સ્તર છે.

તો, વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમિડિએટ (ડબ્લ્યુટીઆઈ) ન્યુ યોર્ક મર્ક ટાઇલ એક્સચેંજ (એનઆઈએમએક્સ) પર 47 4.47 અથવા 16.36 ટકા ઘટીને 22.86 ડ aલર હતું, જ્યારે ડબ્લ્યુટીઆઈ 22.59 ડ .લર પ્રતિ બેરલ રહ્યો હતો.

તો ન્યૂયોર્ક મર્કે ટાઈલ એક્સચેન્જ પર વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિએટ (ડબ્લ્યુટીઆઈ) ના ભાવ 4.47 ડોલર એટલે કે, 16.36 ટકા ઘટાડા સાથે 22.86 ડોલર પ્રતિ બેરલ પર રહ્યું હતું. જ્યારે ડબ્લ્યૂટીઆઈના ભાવ 22.59 ડોલર પ્રતિ બેરલ સુધી ઘટ્યું હતું.

બજારના નિષ્ણાંતોએ જણાવ્યું હતું કે, કોરોના વાઈરસના પ્રકોપથી ક્રૂડ ઓઈલની માંગમાં ઘટાડો થયો છે અને ઓઈલ માર્કેટના શેર ઉપરના ભાવયુદ્ધને કારણે ક્રૂડ ઓઈલની કિંમતોમાં ઘટાડો આવ્યો છે.

કોરોનાના ખતરાને પગલે સરકારે ખોલ્યો ખજાનો, PDSથી એક સાથે 6 મહિનાનું રાશન લઈ શકાશે