Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > એક લિટર ક્રૂડ ઓઇલના 13થી 14 રૂપિયા તો પછી 70 રૂપિયા લીટર પેટ્રોલ કેમ?

એક લિટર ક્રૂડ ઓઇલના 13થી 14 રૂપિયા તો પછી 70 રૂપિયા લીટર પેટ્રોલ કેમ?

0
1907

સઉદી અરબ, ઈરાન અને રશિયા વચ્ચે પ્રાઈશ વોરના કારણે કાચા તેલની કિંમતોમાં અધધધ ઘટાડો આવ્યો છે. પાછલા સોમવારે બ્રેટ ક્રૂડની કિંમત ઘટીને 31.13 ડોલર પ્રતિ ડોલર પર આવી ગઈ, જે આ વર્ષની શરૂઆતમાં 64 ડોલર પ્રતિ બેરલ હતી. આ ભારે ઘટાડા પછી દેશમાં પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં હજું પણ ખુબ જ વધારે છે. દિલ્હીમાં પેટ્રોલ 70 રૂપિયા અને ડીઝલ 62 રૂપિયા પ્રતિ લીટરથી વધારે વેચાઈ રહ્યું છે. ગુજરાતમાં પણ પેટ્રોલ 70 રૂપિયામાં જ વેચાઇ રહ્યું છે.

મિનરલ વોટરથી સસ્તું થયું ક્રૂડ

કિમતોની તુલના કરીએ તો ક્રૂડ હવે મિનરલ વોટરથી પણ સસ્તુ થઈ ગયું છે. એક બેરલમાં 159 લીટર કાતુ તેલ આવે છે. આવી રીતે લીટર કાચા તેલની કિંમત લગભગ 13-14 રૂપિયા પડશે, જ્યારે એક લીટર મિનરલ પાણીની બોટલ ઓછામાં ઓછી 15થી 20 રૂપિયા આપવા પડે છે.

2014થી ઘણી બધી વખત ઘટ્યા ક્રૂડની કિંમત પરંતુ રિટેલ ગ્રાહકોને ફાયદો ના આપવામાં આવ્યો

પેટ્રોલિયમ પ્રોડક્ટની કિંમત બજાર સાથે જોડાયા પછી આશા રાખવામાં આવી રહી હતી કે, જ્યારે-જ્યારે ઈન્ટરનેશન માર્કેટમાં ક્રૂડની કિંમતમાં ઘટશે તો ઈન્ડિયન માર્કેટમાં પેટ્રોલ-ડીઝલ સસ્તા થઈ જશે. વર્ષ 2014ના અંતિમ ક્રૂડના ભાવ ઈન્ટરનેશનલ માર્કેટમાં ગણી બધી વખત નીચે આવ્યા હતા. જોકે, પેટ્રોલ-ડીઝલની રિટેલ કિંમતોમાં ઘટાડાના હિસાબે ભાવ નીચે આવ્યા નહતા.

હવે જ્યારે આ વર્ષની શરૂઆતની સરખામણીમાં ઈન્ટરનેશલ માર્કેટમાં ક્રૂડના ભાવ લગભગ અડધા રહી ગયા છે, તો ગ્રાહકોને આશા કરી રહ્યાં છે કે, તેને પેટ્રોલ-ડીઝલ આઠ દસ રૂપિયા મળશે. કેટલાક મીડિયા રિપોર્ટમાં આવી અટકળો લગાવવામાં આવી રહી છે પરંતુ શું આવું થશે?

કેમ મોંઘું વેચવામાં આવ છે પેટ્રોલ-ડીઝલ?

અત્યાર સુધીનું રેકોર્ડ જોઈએ તો લાગે છે કે, રિટેલ ખરીદદારોને ફાયદો થશે. મોટો પ્રશ્ન તે છે કે, અંતિમ ઈન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડની કિંમતોમાં ભારે ઘટાડા છતાં ભારતમાં તે રેસિયામાં પેટ્રોલ-ડીઝલની કિંમતો કેમ ઘટી નથી? આના બે મોટા કારણ છે-

ભારતમાં પેટ્રોલ-ડીઝલ પર લગનાર ભારે ટેક્સ
ડોલર સામે રૂપિયો સતત પડી રહ્યો છે કમજોર

પહેલા વાત કરીએ ભાર-ભરકમ ટેક્સ પર. એક લીટર પેટ્રોલની જે કિંમત તમે આપો છો તેના પર કેટલો ટેક્સ લાગે છે તેના ઉપર એક નજર નાખી લઈએ.

એક્સાઈઝ ડ્યુટી- 19.38
વેટ- 15.25
ડીલર કમીશન- 3.55

દરેક રાજ્યોમાં ડિઝલ વેટના દર અલગ-અલગ છે. આ રેન્જ 15 રૂપિયાથી લઈને 33-34 રૂપિયા સુધી છે. તેથી રાજ્યોમાં પેટ્રોલ-ડીઝલની કિંમતો પણ અલગ-અલગ હોય છે. ગુજરાત સરકાર ડિઝલ પર 28.96 રૂપિયા વેટ વસૂલી રહી છે.

એક લીટર ડીઝલ પર આ ટેક્સ લગભગ 28 રૂપિયા પડે છે. એટલે પેટ્રોલ-ડીઝલની કિંમતનો અડધાથી વધારે હિસ્સો ટેક્સનો છે. વર્ષ 2014થી 2019 વચ્ચે એટલે મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં કાચા તેલની આંતરાષ્ટ્રીય કિંતમોમાં ઘટાડો છતાં ભારતમાં પેટ્રોલ-ડીઝલની કિંમતો પર લગનાર ટેક્સનો ઉંચો દર રહ્યો. નવેમ્બર 2014થી જાન્યુઆરી 2016 વચ્ચે એક્સાઈઝ ડ્યુટી રેકોર્ડ નવ વખત વધારવામાં આવી.

મોંઘા પેટ્રોલ માટે કમજોર રૂપિયો પણ જવાબદાર

હવે બીજો કારણ એટલે રૂપિયાની કમજોરીની વાત કરીએ. ઈકોનોમીમાં સતત ઘટાડા સાથે જ આપણો રૂપિયો પણ સતત નબળો થઈ રહ્યો છે. ડિસેમ્બર 2015માં આપણે એક ડોલરના બદલામા 64.8 રૂપિયા આપતા હતા. પરંતુ આજની તારીખમાં 74 રૂપિયાથી વધારે આપી રહ્યાં છીએ. ડાયરેક 15 ટકા વધારે કિંમત આપવી પડી રહી છે. તેથી આંતરાષ્ટ્રીય ક્રૂડ આપણા માટે સસ્તો હોવા છતાં પણ મોંઘો પડી રહ્યો છે અને વિદેશી મુદ્રા ભંડાર માટે બોજારૂપ બની ગયું છે.

ભારત પોતાની જરૂરતથી 83 ટકાથી વધારે કાચું તેલ આયાત કરે છે અને તેના માટે પ્રતિવર્ષે 100 અરબ ડોલર આપવા પડે છે. કમજોર રૂપિયો ભારતનું આયાત બિલ વધારે વધારી દે છે અને સરકાર તેની ભરપાઈ માટે ટેક્સના દર ઉંચા રાખે છે.

રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપે ત્રીજો ઉમેદવાર ઉભો કર્યો? કોંગ્રેસને 8 સભ્યો તૂટવાનો ડર