Gujarat Exclusive > દેશ-વિદેશ > છતીસગઢના સુકમામાં નક્સલી હુમલો, CRPFના અધિકારી શહીદ, 9 જવાન ઘાયલ

છતીસગઢના સુકમામાં નક્સલી હુમલો, CRPFના અધિકારી શહીદ, 9 જવાન ઘાયલ

0
79

Sukma Naxal Attack: છત્તીસગઢના સુકમા જિલ્લામાં નક્સલીઓ દ્વારા કરવામાં આવેલા IED બ્લાસ્ટમાં (IED Blast) સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના એક અધિકારી શહીદ થઈ ગયા છે, જ્યારે અન્ય 9 જવાનો ઘાયલ થયા છે. આ નક્સલી હુમલો (Sukma Naxal Attack) શનિવારે રાત્રે 8:30 કલાકે રાયપુથી 450 કિલોમીટર દૂર ચિંતલનાર વિસ્તારમાં થયો હતો.

આ હુમલામાં (Sukma Naxal Attack)ઘાયલ જવાનોને હેલિકૉપ્ટરની મદદથી બહાર નીકાળવામાં આવ્યાં છે. આ તમામ જવાનો કોબરા-206 બટાલિયનના છે. સારવાર દરમિયાન CRPFના આસિસ્ટન્ટ કમાન્ડર નીતિન ભાલેરાવનું આજે સવારે અવસાન થયું છે. જ્યારે અન્ય ઈજાગ્રસ્તોની હાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. શહીદ થયેલા નીતિન ભાલેરાવે મૂળ નાસિક મહારાષ્ટ્રના હતા.

આ પણ વાંચો: અમદાવાદ: સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી 455 વૉરિયર્સ કોરોનાથી સંક્રમિત

આ અંગે (Sukma Naxal Attack) બસ્તર જિલ્લાના IGP પી સુંદરરાજે જણાવ્યું કે, સુકમા જિલ્લાના તાડમેટલા ગામ નજીક સુરંગમાં થયેલા વિસ્ફોટમાં CRPFના અનેક જવાનો ઘાયલ થયા હતા. આ જવાનોને પેટ્રોલિંગ માટે રવાના કરવામાં આવ્યા હતા. તાડમેટલ ગામ નજીક જંગલમાં તેઓ પેટ્રોલિંગ પર હતા, ત્યારે નક્સલીઓએ IED બ્લાસ્ટ કર્યો હતો. આ હુમલામાં (Sukma Naxal Attack) ઘાયલ થયેલા જવાનોમાં એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9