Gujarat Exclusive > દેશ-વિદેશ > #PulwamaAttack: શહીદોને દેશની સલામ, પુલવામામાં સ્મારકનું થયું ઉદ્ઘાટન

#PulwamaAttack: શહીદોને દેશની સલામ, પુલવામામાં સ્મારકનું થયું ઉદ્ઘાટન

0
235

શ્રીનગર: પુલવામા આતંકવાદી હુમલાની આજે પ્રથમ વરસી છે, ત્યારે સમગ્ર દેશ આજે એકજૂટ થઈને શહીદોને યાદ કરી રહ્યો છે. 14 ફેબ્રુઆરી 2019ના રોજ CRPFના કાફલા પર થયેલા હુમલામાં 40 જવાનો શહીદ થઈ ગયા હતા. આ શહીદોની યાદમાં પુલવાનાના લેથપુરા કેમ્પમાં એક સ્મારક બનાવવામાં આવ્યું છે. જેનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. મહારાષ્ટ્રના ઉમેશ યાદવે અહીં કળશ સોંપ્યો છે. જેમાં તમામ 40 શહીદ જવાનોના ઘરની માટી છે. હવે આ કળશને આજ સ્મારકમાં રાખવામાં આવશે.

આ અંગે CRPFના એડિશનલ ડાયરેક્ટર જનરલ(ADG) જુલ્ફિકાર હસને ગુરૂવારે સ્મારક સ્થળની મુલાકાત લીધા બાદ જણાવ્યું હતું કે, આ તે બહાદુર જવાનોને શ્રદ્ધાંજલિ આપવાની રીત છે. જેમણે હુમલામાં પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ સ્મારકમાં એ શહીદ જવાનોના નામની સાથે તેમના ફોટા પણ રાખવામાં આવ્યા છે. આ સાથે જ સેન્ટ્રલ રિઝર્વ પોલી, ફોર્સનું ધ્યેય વાક્ય ‘સેવા અને નિષ્ઠા’ પણ અંકિત કરવામાં આવશે.

હસને જણાવ્યું હતું કે, આ એક દૂર્ભાગ્યપૂર્ણ ઘટના હતી અને અમે એમાંથી ઘણું શીખ્યા છીંએ. હવે અમે વધુ સતર્ક બન્યા છીએ. 40 જવાનોના બલિદાન બાદ દેશના દુશ્મનોને ખાત્મો કરવાનો અમારો સંકલ્પ વધૂ મજબૂત બન્યો છે.

તકેદારીના ભાગરૂપે જમ્મુ-કાશ્મીર સરકારે જવાનોની અવરજવર માટે અઠવાડિયામાં 2 દિવસ ખાનગી વાહનો ચલાવવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો, પરંતુ સ્થિતિ સામાન્ય થયા બાદ આદેશને રદ્દ કરી નાખ્યો છે. જવાનોને લઇને જનારા વાહનોને બુલેટ-પ્રૂફ બનાવવાની પ્રક્રિયાને તેજ કરી દેવામાં આવી છે અને અને રસ્તાઓ પર બંકર જેવા વાહનો જોવા મળ્યાં હતા. આ સ્મારક તે સ્થળ નજીક CRPF કેમ્પની અંદર બનાવવામાં આવ્યું છે, જ્યાં જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી અદીલ અહમદ ડારે જવાનોના કાફલા પર વિસ્ફોટકોથી ભરેલી કારની ટક્કર મારી હતી. આ હુમલામાં 40 જવાન શહીદ થયા હતા.આ હુમલામાં સામેલ તમામ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે.

‘તેરી લાડકી મૈં..!‘ દીકરીની દરેક ઈચ્છા પૂરી કરવા સક્ષમ પિતાએ દહેજમાં ગાડુ ભરીને પુસ્તકો મોકલ્યા