Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > સુરત: શાક માર્કેટમાં સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા, કોરોના સંક્રમણનો ખતરો વધ્યો

સુરત: શાક માર્કેટમાં સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા, કોરોના સંક્રમણનો ખતરો વધ્યો

0
62
  • સોશિયલ ડિસ્ટન્સ સહિત કોવિડ ગાઈડલાઈનના ઉડ્યો લીરેલીરા
  • પોલીસ અને વહીવટી તંત્રની નિષ્ક્રિયતા
  • સુરતમાં રાત્રી કરફ્યુનું એલાન છતાં લોકો બેપરવાહ, શાક માર્કેટમાં ભીડ ઉમટી

સુરત: દિવાળી બાદ ઠંડીના ચમકારો વધવાની સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં (Corona Cases) પણ ચિંતાજનક વધારો થયો છે. અમદાવાદમાં કોરોનાના વધતા જતા કેસોને જોતા 57 કલાકનો કરફ્યુ (Ahmedabad Curfew) લાગૂ કરવામાં આવ્યો છે. જ્યારે સુરત, વડોદરા અને રાજકોટ જેવા શહેરોમાં કોરોનાનું સંક્રમણ ફેલાતુ અટકાવવાના ભાગરૂપે રાત્રી કરફ્યું (Surat Night Curfew) અમલમાં મૂકવામાં આવ્યો છે.

સુરતમાં રાત્રી કરફ્યુની (Surat Night Curfew) જાહેરાત થવાની સાથે લોકોમાં પણ લોકડાઉનની દહેશત જોવા મળી રહી છે. શુક્રવારે રાતથી સુરતમાં રાત્રે 9 થી સવારે 6 વાગ્યા સુધીનો કરફ્યુ (Surat Night Curfew) અમલમાં મૂકવામાં આવી રહ્યો છે. જો કે રાતના કરફ્યુ વચ્ચે સવારે લોકોની બેદરકારી સામે આવી છે. બીજી તરફ કોરોના સંક્રમણને (Corona Cases) ફેલાતુ અટકાવવામાં વહીવટી તંત્ર અને પોલીસ વિભાગની નિષ્ક્રિયતા જોવા મળી રહી છે.

આ પણ વાંચો: અમદાવાદમાં કરફ્યુ વચ્ચે વિવિધ પરીક્ષાઓ શરૂ, ઉમેદવારોને મળી છૂટ

સુરતમાં શાકભાજી (Vegetable Market In Surat) મળશે કે કેમ? તેવા ઉચાટમાં શાકમાર્કેટમાં લોકોની ભીડ જામેલી જોવા મળી હતી. જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા માટે લોકોની ભીડ જામતા માર્કેટમાં સોશિયલ ડિસ્ટન્સિંગના લીરેલીરા ઉડતા જોવા મળ્યા હતા. સુરતના APMC માર્કેટમાં પણ કંઈક આવો જ નજારો જોવા મળ્યો હતો. લોકો કોરોનાથી બેખૌફ થઈને નીકળી પડતા ભીડના દ્રશ્યો સર્જાયા હતા. આટલું જ નહીં, કેટલાક લોકો માસ્ક વિના ફરતા કોરોનાનું સંક્રમણ વધવાની શક્યતા નકારી શકાય નહીં.