સૈફઇ: સમાજવાદી પાર્ટીના સંસ્થાપક અને યૂપીના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવનું 82 વર્ષની વયે નિધન થયુ છે. મુલાયમ યાદવના અંતિમ સંસ્કાર તેમના પૈતૃક ગામ સૈફઇમાં કરવામાં આવશે. મુલાયમ સિંહ યાદવના અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં લોકોની ભારે ભીડ ભેગી થઇ છે. મુલાયમ યાદવના બપોરે 3 વાગ્યે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
Advertisement
Advertisement
રાજકીય નેતાઓ અંતિમ સંસ્કારમાં સામેલ થશે
મુલાયમ સિંહ યાદવના અંતિમ સંસ્કારમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર, છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર બઘેલ સામેલ થઇ શકે છે. બીજી તરફ ભારત જોડો યાત્રા છોડીને રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ સૈફઇ આવી શકે છે.
#WATCH | Uttar Pradesh: The mortal remains of Samajwadi Party (SP) supremo and former Uttar Pradesh CM Mulayam Singh Yadav kept at Numaish Ground in Saifai, Etawah for people to pay their last respects.
His last rites will be performed with full state honours. pic.twitter.com/xeApBc5hM0
— ANI (@ANI) October 11, 2022
તેલુગુ દેશમ પાર્ટીના અધ્યક્ષ અને આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી એન ચંદ્રબાબૂ નાયડુએ મુલાયમ સિંહ યાદવને શ્રદ્ધાંજલિ આપી હતી.
Telugu Desam Party president and former Andhra Pradesh CM, N Chandrababu Naidu pays last respects to veteran politician Mulayam Singh Yadav, at Saifai, Uttar Pradesh pic.twitter.com/Ivjt7f9A23
— ANI (@ANI) October 11, 2022
Advertisement