Gujarat Exclusive > દેશ-વિદેશ > ખેડૂત આંદોલનથી ખટ્ટર સરકાર પર સંકટ, ટિકૈત સાથે ઉભા છે જાટ નેતા

ખેડૂત આંદોલનથી ખટ્ટર સરકાર પર સંકટ, ટિકૈત સાથે ઉભા છે જાટ નેતા

0
219

નવી દિલ્હી: કૃષિ કાયદા પર કેન્દ્ર સરકાર અને ખેડૂત સંગઠનોનો ટકરાવ હવે ભાજપ શાસિત રાજ્ય માટે માથાનો દુખાવો સાબિત થઇ રહ્યો છે. હરિયાણામાં તેની સૌથી વધુ અસર જોવા મળી રહી છે. અહી ભાજપ જાટ નેતાઓની પાર્ટી જજપા સાથે ગઠબંધનમાં છે. અત્યાર સુધી ખેડૂત આંદોલન પર હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર અને ડેપ્યુટી સીએમ દુષ્યંત ચૌટાલા વચ્ચે કોઇ ટકરાવ જોવા મળ્યો નથી. જોકે, હવે જજપા પર પ્રદર્શનોને કારણે દબાણ વધી રહ્યુ છે. Crisis on Khattar government

એક દિવસ પહેલા જ દુષ્યંત ચૌટાલાના નાના ભાઇ દિગ્વિંજય ચૌટાલાએ રાકેશ ટિકૈતનું સમર્થન કરવાની વાત કહી હતી. દિગ્વિજયે ટિકૈતને સાચા દેશભક્ત ગણાવતા કહ્યુ કે તેમણે હંમેશા ખેડૂતોના હિતની વાત કરી છે. જો સરકારે કાર્યવાહી કરવી છે તો તેને (ગુરનામ સિંહ) ચઢૂની જેવા લોકોને પકડવા જોઇએ, જેમણે લોકોને ભડકાવ્યા પરંતુ રાકેશ ટિકૈત અને ખેડૂત સાચા દેશભક્ત છે. Crisis on Khattar government

કૃષિ કાયદાના મુદ્દા પર સમાધાન ના નીકળવાને કારણે દુષ્યંત ચૌટાલા પર પણ સામે આવીને જાટોનું સમર્થ કરવાનું દબાણ બની રહ્યુ છે. રાજ્યના વિપક્ષી દળ અને ખેડૂતો તરફથી દુષ્યંત પર દબાણ છે કે તે ભગવા દળથી પોતાનો સબંધ તોડી નાખે અને કૃષિ કાયદાને લઇને પ્રદર્શનકારી ખેડૂતોનું સમર્થન કરે. આ વચ્ચે ઇનેલોના સીનિયર નેતા અભય સિંહ ચૌટાલાએ કહ્યુ કે, તે ટિકૈત અને અન્ય ખેડૂતો પ્રત્યે એકજૂઠ પ્રદર્શિત કરવા માટે શનિવારે ગાજીપુરમાં પ્રદર્શન સ્થળે જશે, તેમણે કૃષિ કાયદા મુદ્દે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધુ છે, તેમણે કહ્યુ કે હરિયાણાના ખેડૂતોએ ગાજીપુર, ટીકરી અને સિંઘુમાં પ્રદર્શનસ્થળોમાં જોડાવુ જોઇએ.

દુષ્યંત ચૌટાલાનો થઇ રહ્યો છે વિરોધ

  • જે જિંદમાં દુષ્યંત ચૌટાલાની પાર્ટી જેજેપીની રચના થઇ ત્યા 24 ડિસેમ્બરે ડેપ્યુટી સીએમ દુષ્યંત ચૌટાલાનો કાર્યક્રમ હતો. જોકે, તેમના આવ્યા પહેલા જ ખેડૂતોએ હેલીપેડને પાવડાથી ખોદી નાખ્યો હતો. ખેડૂતોએ કહ્યુ, જ્યાર સુધી ખેડૂતોનું સમર્થન નહી કરે ત્યાર સુધી વિસ્તારમાં ઘુસવા નહી દઇએ.
  • જે જિંદમાં દુષ્યંતની પાર્ટી જેજેપીની રચના થઇ ત્યાની જ ખાપે ભાજપ સાથે ગઠબંધન તોડવાની વાત કહી હતી.
  • નારનૌંદમાં જેજેપી ધારાસભ્ય રામ કુમાર સતત દુષ્યંત ચૌટાલા વિરૂદ્ધ નિવેદન આપી રહ્યા છે. અભય ચૌટાલાના રાજીનામા બાદ તેમણે કહ્યુ કે અભય ફરી ચૂંટણી લડશે તો કોમ માલામાલ કરી દેશે, તેમણે પોતાના નિવેદનમાં એમ પણ કહ્યુ કે કૃષિ કાયદાને રદ કરવા જોઇએ.
  • આંદોલન વચ્ચે હરિયાણામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી થઇ હતી, જેમાં સત્તાધારી ભાજપ-જેજેપી હારી ગઇ હતી. ભાજપ પોતાના ગઢ અંબાલામાં મેયર પદની ચૂંટણી હારી ગઇ હતી.

આ પણ વાંચો: ખેડૂતો સાથે વાતચીત માટે સરકાર તૈયાર, PM મોદીએ કહ્યુ- એક ફોન કોલ દૂર

મહત્વપૂર્ણ છે કે 90 બેઠક ધરાવતી હરિયાણા વિધાનસભાના 50 ધારાસભ્ય ખેડૂત પરિવાર સાથે સબંધ ધરાવે છે. કેટલાકે તો ખુલ્લી રીતે કૃષિ ગતિવિધિઓને પોતાની કમાણીનો રસ્તો ગણાવ્યો છે. એવામાં ભાજપ પર પણ ખેડૂત આંદોલનને કારણે ભારે દબાણ છે. આ પહેલા હરિયાણા સરકારના કેટલાક અપક્ષ ધારાસભ્ય ભાજપમાંથી પોતાનું સમર્થન પરત ખેચી ચુક્યા છે. Crisis on Khattar government

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From GujaratFollow Gujarat Exclusive on WhatsApp For Latest News From GujaratFollow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat