Gujarat Exclusive > દેશ-વિદેશ > એક બાજુ ભારત કોરોનાથી પરેશાન તો પાકિસ્તાનમાં 3 સપ્તાહ બાદ સંકટના એંધાણ

એક બાજુ ભારત કોરોનાથી પરેશાન તો પાકિસ્તાનમાં 3 સપ્તાહ બાદ સંકટના એંધાણ

0
103

પાડોશી દેશ પાકિસ્તાનમાં જરુરિયાત કરતા ઘંઉનું બહુ ઓછું ઉત્પાદન, PM ઇમારન સામે પડકાર

ઇસ્લામાબાદઃ એક બાજુ ભારત કોરોનાથી પરેશાન છે ત્યાં બીજી બાજુ પાકિસ્તાનમાં ત્રણ સપ્તાહ બાદ મોટું સંકટ ( Crisis in Pakistan)આવવાની દહેશત છે. પાક. પાસે હવે માત્ર 3 સપ્તાહ ચાલે તેટલું જ ઘઉં બચ્યું છે. તેના નાણા મંત્રી શૌકત તારીને જણાવ્યું કે દેશને 60 લાખ મેટ્રિક ટન ઘઉંની તાત્કાલિક જરુર છે.

નેશનલ પ્રાઇસ મોનિટરિંગ કમિટિ (NPMC)ના જણાવ્યા મુજબ પાક.માં આ વર્ષે ઘંઉનું ઉત્પાદન 2.6 કરોડ મેટ્રિક ટન હોવાનો અંદાજ છે. જે આગામીવર્ષની કુલ ખપતની તુલનામાં 30 લાખ ટન ઓછું છે. તેથી દેશમાં ઘઉંની આયાત કરી રણનીતિક સંગ્રહ કરવાની જરુર છે.

આ પણ વાંચોઃ અમેરિકાએ પોતાના નાગરિકો માટે જારી કરી ટ્રાવેલ એડવાઈઝરી- ‘કોરોનાના કારણે જલ્દી ભારત છોડો’

નાણામંત્રી NPMCની બેઠકમાં ગયા ત્યારે થયો ખુલાસો

વાસ્તવમાં પાક. નાણામંત્રી શૌકત તારિન NPMCની પ્રથમ બેઠક કરી રહ્યા હતા. જેમાં આ વાતનો ખુલાસો થયો. એનપીએમસી એક સલાહકાર સમિતિ છે. જેની પાસે કાયદેસર નિર્ણય લોવાનો કોઇ અધિકાર નથી. જ્યારે તારિને પાકિસ્તાનમાં સ્ટેટિક્સ બ્યુરો(પીબીએસ)ના રિપોર્ટિંગ તંત્રમાં સુધાર કરવાની ઇચ્છા પણ વ્યક્ત કરી, જેના માનદંડોથી નાણામંત્રી અસંતુષ્ટ છે.

NPMCની પ્રથમ બેઠકમાં મંત્રી તારિનને માહિતી અપાઇ હતી કે પાકિસ્તાનમાં ગત સપ્તાહે ઘંઉનો જથ્થો 6,47,687 મેટ્રિક ટન જ (Crisis in Pakistan)બચ્યો છે. જે હાલની ખપતના હિસાબે માત્ર અઢી સપ્તાહ જ ચાલે તેટલો છે. કારણ કે એપ્રિલના અંત સુધી ઘંઉનો આ જથ્થો ઘટીને 3,84, મેટ્રિક ટન જ રહી જશે. પાકિસ્તાનમાં પાક.ની લણનીના સમયમાં ઘંઉની આ અછત સર્જાઇ છે.

ગત વર્ષે પણ 21 લાખ ટન ઘંઉની આયાત કરવી પડી હતી Crisis in Pakistan

ગત વર્ષે પાકિસ્તાનમાં ઘઉનું ઉત્પાદન 2.6 કરોડ મેટ્રિક ટન થયું હતું. જ્યારે ઘરેલું જરુરિયાત પુરી કરવા માટે 21 લાખ ટન ઘઉની આયાત કરવી પડી હતી. જ્યારે નાણા વર્ષ 2021-22માં પાક.માં અંદાજિત 2.93 કરોડ મેટ્રિક ટન ઘંઉની જરુર પડશે. તેથી દેશની જરુરિયાતને પુરી કરવા માટે 30 લાખ મેટ્રિક ટન ઘંઉની આયાત કરવી પડશે.

આ પણ વાંચોઃ દેશમાં કોરોના વેક્સિનમાં 32000 કરોડનું કૌભાંડઃ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાઇ અરજી

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat