Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > ઓટો સેક્ટરમાં મંદીનો માહોલ, મારૂતિના 2 પ્લાન્ટ બંધ

ઓટો સેક્ટરમાં મંદીનો માહોલ, મારૂતિના 2 પ્લાન્ટ બંધ

0
1851

મારુતિ દ્વારા આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે કંપનીનું વેચાણ સતત ઘટી રહ્યું છે. જેને કારણે મારુતિ દ્વારા ભારે ઉત્પાદનમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે ઓગસ્ટમાં મારુતિની કારનું વેચાણ 32.7 ટકા ઘટીને 1,06,413 વાહનો પર હતું. જ્યારે ગયા વર્ષે આજ મહિનામાં કંપનીનું વેચાણ 1,58,189 એકમનું હતું.

મારુતિ સુઝુકીએ ઓગસ્ટમાં તેનું ઉત્પાદન 33.99 ટકા ઘટાડ્યું હતું. આ સતત સાતમો મહિનો છે જ્યારે દેશની સૌથી મોટી કાર ઉત્પાદકે તેનું ઉત્પાદન ઘટાડ્યું છે. મારુતિ સુઝુકીના તાજેતરના આંકડા અનુસાર, કંપનીએ ઓગસ્ટમાં 1,11,370 વાહનોનું ઉત્પાદન કર્યું હતું, જે ગયા વર્ષના સમાન ગાળામાં 1,68,725 વાહનોની તુલનામાં હતું. પેસેન્જર કારના ઉત્પાદનની વાત કરીએ તો ઓગસ્ટમાં 1,10,214 વાહનો હતા, જે ઓગસ્ટ 2018 માં 1,66,161 વાહનો હતા. આમ, તેમાં 33.67 ટકાનો ઘટાડો થયો છે.

અલ્ટો, ન્યુ વેગનઆર, સેલેરિયો, ઇગ્નિસ, સ્વિફ્ટ, બલેનો અને ડિઝાયર સહિતની મીની અને કોમ્પેક્ટ સેગમેન્ટમાં મારુતિ કારનું ઉત્પાદન 34.1 ટકા ઘટ્યું છે. વિટારા બ્રેઝા, ઇર્ટિગા અને એસ-ક્રોસ જેવી યુટિલિટી કારના ઉત્પાદનમાં એક વર્ષ અગાઉની તુલનામાં ઓગસ્ટમાં 34.85 ટકાનો ઘટાડો થયો છે. જ્યારે કોમર્શિયલ વ્હિકલ સુપર કેરીનું ઉત્પાદન પણ ગયા વર્ષની તુલનામાં ઘટી ગયું છે.

છેલ્લા ઘણા મહિનાઓથી વેચાણ અને ઉત્પાદનમાં સુસ્તીને કારણે મારૂતિ સુઝુકીએ કામચલાઉ કર્મચારીઓને પણ છૂટા કરી દીધા છે. તાજેતરમાં, કંપનીએ 3000 થી વધુ કામચલાઉ કર્મચારીઓને છૂટા કર્યા હતા.

અમદાવાદ આવતા જ અમિત શાહને કેમ હોસ્પિટલમાં કરવા પડ્યા દાખલ