- ખેડૂત આંદોલન પર વિદેશી પ્રોપગેન્ડા નામંજૂર Tweet On Farmers Protest
- ટ્વીટર પર સેલેબ્રિટીઝે અવાજ કર્યો બુલંદ
ચેન્નઈ: ખેડૂત આંદોલને લઈને પૉપસ્ટાર રિહાના અને સોશિયલ એક્ટિવિસ્ટ ગ્રેટા થર્નબર્ગે કેન્દ્રની મોદી સરકારની ટીકા કરી છે. જે બાદ ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, રોહિત શર્મા અને શિખર ધવન સહિતના અનેક વર્તમાન અને પૂર્વ ક્રિકેટરોએ વિદેશી લોકોને ભારતની આંતરિક બાબતોમાં દખલ ના કરવાની સલાહ આપી છે. જે બાદ કોંગ્રેસ નેતા અને સાંસદ કાર્તિ ચિદમ્બરે તેની પાછળ BCCI હોવાનો આરોપ લગાવ્યો છે.
કાર્તિ ચિદન્મબરમ પૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિંદમ્બરમના પુત્ર છે. કાર્તિ ચિદમ્બરે આ સંદર્ભે અનેક ટ્વીટ કર્યાં છે. એક ટ્વીટમાં કાર્તિએ કટાક્ષમાં કહ્યું કે, મને ખ્યાલ છે કે અક્ષય કુમાર, અજય દેવગણ અને સચિન તેંડુલકરે ત્રણ કૃષિ કાયદાને વાંચ્યા હશે. અન્ય એક ટ્વીટમાં કાર્તિએ લખ્યું છે કે, પ્રિય BCCI મહેરબાની કરીને ક્રિકેટર્સને પ્રોપગેન્ડા ટ્વીટ કરવાથી રોકે. Tweet On Farmers Protest
Dear @BCCI please stop forcing cricketers from tweeting propaganda. It’s very crude.
— Karti P Chidambaram (@KartiPC) February 3, 2021
ખેડૂત આંદોલન પર શું બોલી “વિરાટ સેના”
વિરાટ કોહલીએ ટ્વીટ કરીને કહ્યું કે, અસહમતિના આ અવસર પર આપણે સૌ કોઈએ એકજૂટ રહેવાની જરૂરત છે. ખેડૂત આપણાં દેશનો અભિન્ન હિસ્સો છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે, આ મુદ્દા પર બન્ને પાર્ટીઓની સહમતિથી કોઈને કોઈ સમાધાન જરૂર નીકળી જશે. જેનાથી શાંતિ આવશે અને આપણે એકસાથે આગળ વધીશું.
અજિંક્ય રહાણેએ લખ્યું કે, એવો કોઈ મુદ્દો નથી, જેનો કોઈ ઉકેલ ના હોય, જો આપણે એકજૂટ ઉભા હોઈએ. ચાલો એકજૂટ થઈએ અને આંતરિક સમસ્યાઓનું સમાધાન કરીએ.
રોહિત શર્માએ લખ્યું કે, ભારત હંમેશા મજબૂત રહ્યું છે. જ્યારે આપણે એકજૂટ થઈને સાથે ઉભા રહીએ છીએ. સમસ્યાનું સમાધાન કરવું આ સમયની સૌથી મોટી જરૂરત છે. ભારતના વિકાસમાં ખેડૂતોની મહત્વની ભૂમિકા છે અને મને પૂરો વિશ્વાસ છે કે, તમામ એકજૂટ થઈને ઉભા રહીને પોતાની ભૂમિકા ભજવતા સમસ્યાનું નિરાકરણ લાવશે. Tweet On Farmers Protest
શિખર ધવને ટ્વીટ કર્યું કે, અમારા માટે કોઈ પણ નિષ્કર્ષ પર પહોંચવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આપણે સૌ કોઈએ આવતી કાલના ભવિષ્ય માટે એક સાથે આવવું જોઈએ.
આ પણ વાંચો: બજેટ બાદ હવે મોંઘવારીની માર, LPG સિલિન્ડર અને પેટ્રોલ-ડીઝલની કિંમતો વધી Tweet On Farmers Protest
અગાઉ સચિન તેંડુલકરે પણ ટ્વીટમાં લખ્યું હતું કે, ભારતની સંપ્રભૂતાથી કોઈ સમજૂતી નહીં. ભારતીયો ભારતને વધારે જાણે છે અને તેઓ જ ભારત પર નિર્ણય કરશે. ચાલો એક દેશ તરીકે આપણે સૌ એકજૂટ થઈને રહીએ.
ટીમ ઈન્ડિયાના પૂર્વ લેગ સ્પિનર અનિલ કુંબલેએ લખ્યું કે, વિશ્વમાં સૌથી મોટા લોકતંત્ર તરીકે ભારત પોતાની આંતરિક સમસ્યાનું શાંતિથી સમાધાન કરી શકે છે. સુરેશ રૈનાએ લખ્યું કે, દેશમાં કેટલીક સમસ્યાઓ છે. એવી સમસ્યાઓ જેનું આજે કે કાલે ઉત્તર આપી શકાય છે, પરંતુ એનો અર્થ એ નથી કે, બહારના લોકોને હસ્તક્ષેપ કરવો જોઈએ.