Gujarat Exclusive > યુથ > સ્પોર્ટ્સ > ભારતીય ફાસ્ટ બોલર મોહમ્દ સિરાજના પિતાનું નિધન, અંતિમક્રિયામાં નહીં જઇ શકે

ભારતીય ફાસ્ટ બોલર મોહમ્દ સિરાજના પિતાનું નિધન, અંતિમક્રિયામાં નહીં જઇ શકે

0
255

સિરાજ (Mohammed Siraj)ના પિતા ફેફસાની બિમારીથી પીડિત હતા 

નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ ઇન્ડિયામાં પસંદગી પામેલા ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ (Mohammed Siraj)ના પિતા મોહમ્મદ ગૌસનું શુક્રવારે નિધન થઇ ગયુ છે. સિરાજના પિતાને ફેફસાની બિમારીથી પીડિત હતા. મોહમ્મદ સિરાજને સેશન સત્ર પૂર્ણ થયા પછી આ મહિતી આપવામાં આવી હતી.જોકે મોહમ્મદ સિરાજ (Mohammed Siraj) તેમના પિતાની અંતિમ ક્રિયામાં સામેલ થઇ શકશે નહીં. ઉલ્લેખનીય છે કે સિરાજ હાલ ઓસ્ટ્રેલિયામાં ક્વારન્ટાઇન છે જેથી તે પિતાની અંતિમ ક્રિયામાં સામેલ નહીં થઇ શકે.

સિરાજે જણાવ્યું કે મારા પિતા હંમેશાથી ઇચ્છતા હતા કે હું દેશનું નામ રોશન કરુ અને હું નિસંદેહપણે આમ કરીશ. તેણે વધુમાં જણાવ્યું કે મારા પિતા મારા માટે ઓટો રિક્ષા ચલાવતા હતા. તાજેતરમાં થયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગમાં તેણે શાનદાર પ્રદર્શન કર્યું હતુ અને તેના પ્રદર્શનના કારણે જ તેની ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે પસંદગી થઇ છે.

આ પણ વાંચો: કોલકાતામાં કાળી પૂજા કરતા ક્રિકેટર શાકિબને જીવથી મારી નાખવાની ધમકી, માંગી માફી

મોહમ્મદ સિરાજની સફળતામાં તેના પિતાનો મોટો ફાળો

ઉલ્લેખનીય છે કે મોહમ્મદ સિરાજ (Mohammed Siraj) ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે તેણે 2016-17ની રણજી સિઝનમાં 41 વિકેટ ઝડપી હતી. ત્યારબાદ સનરાઇઝર્સ હૈદરાબાદે તેને 2.6 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ રૂપિયાથી સિરાજે તેના પિતા અને પરિવાર માટે મોટું મકાન ખરીદ્યું હતુ. આ પછી, સિરાજે વર્ષ 2017માં ભારત તરફથી ટી20 માં ડેબ્યૂ કર્યું હતુ અને 2019માં તેણે ઓસ્ટ્રેલિયા સામે વનડે ડેબ્યૂ પણ કર્યું હતું. જો કે, તે તેની પ્રતિભા મુજબ પ્રદર્શન કરી શક્યો નહીં. સિરાજની હાલની આઇપીએલ સીઝન સારી રહી હતી જેના કારણે તેની પસંગગી ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે થઇ છે.