Gujarat Exclusive > યુથ > સ્પોર્ટ્સ > આઈસીસીના નિયમનો દુનિયાભરના ક્રિકેટરોએ કરી નિંદા, કહ્યુ બકવાસ છે નિયમ

આઈસીસીના નિયમનો દુનિયાભરના ક્રિકેટરોએ કરી નિંદા, કહ્યુ બકવાસ છે નિયમ

0
497

નવી દિલ્હી: દુનિયાના તમામ ક્રિકેટર અને ક્રિકેટના ચાહકો બાઉંડ્રી ગણીને વર્લ્ડ કપ વિજેતા નક્કી કરવાના ‘હાસ્યસ્પદ’ નિયમની ખૂબ જ નિંદા કરવામાં આવી રહ્યો છે. આ નિયમને કારણે લોર્ડસ ખાતે ફાઈનલમાં ઈંગ્લેન્ડે ફાઈનલમાં ન્યુઝીલેન્ડને હરાવ્યો હતો.

ઈંગ્લેન્ડે મેચમાં 22 ચોગા અને બે સિક્સર લગાવી હતી જ્યારે ન્યુઝીલેન્ડે 16 ચોગા લગાવ્યા હતા.

જોકે, ICCના એક નિયમ અનુસાર જો કોઈ મેચનો નિર્ણય સુપર ઓવરમાં પણ ન આવે તો આ પ્રકારની પરિસ્થિતીમાં મેચમાં લગાવેલી બાઉન્ડ્રી અને સુપર ઓવરમાં લગાવેલી બાઉન્ડ્રીની સંખ્યાને આધારે મેચના વિજેતા જાહેર કરવામાં આવે છે.

જણાવી દઈએ કે, ક્રિકેટ વિશ્વ કપના ફાઈનલમાં ઈંગ્લેનડ અને ન્યૂઝીલેન્ડની વચ્ચે મુકાબલો થયો હતો. 50-50 ઓવરની આ મેચમાં કોઈ નિર્ણય આવ્યો ન હતો કારણ કે બંને ટીમોના સ્કોર બરાબર હતો. તે પછી વિનરનો નિર્ણય કરવા માટે ICCએ સુપર ઓવર રાખી હતી. મેચ સુપરમાં પણ ગયો પણ સુપર ઓવરમાં બંને ટીમોએ 15-15 રન બનાવ્યા અને કોઈ નિર્ણય આવ્યો ન હતો.

તે પછી ICCના નિયમ અનુસાર પૂરી મેચ દરમિયાન અને સુપર ઓવરમાં લગાવેલી બાઉન્ડ્રી ના આધારે ઈંગ્લેન્ડેને વિનર જાહેર કરવામાં આવ્યો હતો.

ગંભીરે ટ્વીટર પર લખ્યુ, સમઝણ નથી પડતી વર્લ્ડ કપ ફાઈનલ જેવા મેચ વિનરનો નિર્ણય બાઉન્ડ્રીના આધારે કેવી રીતે થઈ શકે છે. હાસ્યસ્પદ નિયમ. આ મેચ ટાઈ હતો. હું ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ બંનેને શુભેચ્છા પાઠવુ છુ.


વર્લ્ડ કપ 2011ના પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ રહેલા ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહે લખ્યુ, હુ નિયમથી ખૂબજ નિરાશ છુ પણ નિયમ તો નિયમ છે. ઈંગ્લેન્ડને વર્લ્ડ કપ જીતવા પર શુભેચ્છા. હું ન્યૂઝીલેન્ડ માટે નિરાશ છુ જેણે મેચના અંત સુધી શાનદાર રમત બતાવી.

ન્યૂઝીલેન્ડના પૂર્વ ખેલાડી સ્કાય સ્ટાયરીસે લખ્યુ, શાનદાર કામ આઈસીસી. તમે એક મજાક છો.


ઓસ્ટ્રેલિયાના પૂર્વ બેટ્સમેન ડીન જોંસે લખ્યુ, ડકવર્થ લુઈસ સિસ્ટમ રન અને વિકેટ ઉપર નિર્ભર છે. તો પણ ફાઈનલમાં માત્ર બાઉન્ડ્રીને આધાર માન્યો. મારુ કહેવુ છે કે આ બકવાસ નિયમ છે.

ન્યુઝીલેન્ડના પૂર્વ ક્રિકેટર ડિયાન નૈશે કહ્યુ, મને લાગી રહ્યુ છે અમારી સાથે છેતરપિંડી થઈ છે. આ બકવાસ છે. સિક્કા ઉછાળવાની જેમ નિર્ણય ન લઈ શકાય. જોકે નિયમ પહેલાથી બનાયેલા છે તો શિકાયતનો કોઈ ફાયદો નથી.

ભારતના બેટસમેન રોહિત શર્માએ ટ્વીટ કર્યુ, ક્રિકેટના કેટલાક નિયમો ઉપર ગંભીરતાથી વિચાવાની જરૂરત છે.


ન્યૂઝીલેન્ડની મીડિયાએ કહ્યુ, ખોટા નિયમોથી અમારી ટીમ સાથે છેતરપીંડી થઈ છે. ન્યૂઝીલેન્ડના એક ન્યૂઝ પેપરમા છપાયેલા એક ટાઈટલ પૂરી કહાણી બયાન કરે છે અને મીડિયાનુ માનવુ છે કે આઈસીસીના ખરાબ નિયમને કારણે તેમની ટીમને છેતરવામાં આવી છે.

સ્ટફ ડોટ કોમ ન્યૂઝીલેન્ડે લખ્યુ, ક્રિકેટ વર્લ્ડ કપ ફાઈનલ: ચોગા અને છક્કોની ગણતરીથી ન્યૂઝીલેન્ડને જીતથી મહરૂમ રાખ્યુ.

ન્યૂઝીલેન્ડના પૂર્વ કોચ માઈક હેસને કહ્યુ, વર્લ્ડ કપ ફાઈનલનો નિર્ણય સુપર ઓવરના આધારે કરવાનુ ન હતુ. તેમણે પોતાના કોલમમાં લખ્યુ, કેપ્ટન વિલિયમસન અને ઈયોન મોર્ગન બંનેને વર્લ્ડ કપ આપવાનો હતો. આવી રીતના ફાઈનલ કોઈ પણ ટીમ હારવા નહી ઈચ્છે. ન્યૂઝીલેન્ડના કેપ્ટન વિલિયમસનનો પણ કપ ઉપર હક હતો.

હેસને કહ્યુ, નોક આઉટ મેચને નિર્ણય સુપર ઓવરમાં થઈ શકે છે પણ ફાઈનલમાં નહી.

નિશમે કહ્યુ, રમતવીર ન બનો બાળકો. બેકર બની જજો અથવા કઈ બીજુ અને મોટા થઈને 60ની ઉમરમાં મૃત્યુ પામજો.

તેમણે લખ્યુ, આ દુખદ છે. શાયદ આવનાર દાયકામાં કોઈ દિવસ એવો આવશે જ્યારે હું આ મેચના છેલ્લા અડધા કલાક વિશે નહી વિચારીશ. શુભેચ્છા ઈસીબી ક્રિકેટ. તેમણે આગળ કહ્યુ કે,બધાજ પ્રશંસકોનો શુક્રિયા. અમે બધા માફી માંગીએ છીએ અમે વર્લ્ડ કપ જીતી નથી શક્યા.

વર્લ્ડ કપના ઈતિહાસમાં આ પ્રથમ મેચ છે જેમા વિનર બાઉન્ડ્રીને આધારે કરવામાં આવ્યો.

મોટર વાહન સંશોધન બિલ લોકસભામાં રજૂ, હેલ્મેટ ના પહેરનારાને 1 હજારનો દંડ