Gujarat Exclusive > દેશ-વિદેશ > બાઈક પર ચાર વર્ષ સુધીના બાળક માટે ક્રેશ હેલમેટ ફરજિયાત, જાણો નવા સેફ્ટી નિયમો

બાઈક પર ચાર વર્ષ સુધીના બાળક માટે ક્રેશ હેલમેટ ફરજિયાત, જાણો નવા સેફ્ટી નિયમો

0
3

રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલયે મોટરસાયકલ પર ચાર વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સેફટી હાર્નેસ અને ક્રેશ હેલમેટ ફરજિયાત બનાવવા માટેના નવા નિયમો જાહેર કર્યા છે.

નવા નિયમો મુજબ મોટરસાયકલ પર ચાર વર્ષ સુધીનું બાળક પાછળ બેસેલ હોય તો મોટરસાયકલની ઝડપ 40 કિમી પ્રતિ કલાકથી વધારે ન હોવી જોઇએ.

આ નવા નિયમો સેન્ટ્રલ મોટર વેહિકલ્સ(સેકન્ડ એમેન્ડમેન્ટ) રૂલ્સ, 2022 પ્રકાશિત થવાની તારીખના એક વર્ષ પછી અમલમાં આવશે.

રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયે 15 ફેબ્રુઆરી, 2022ના નોટિફિકેશનથી સીએમવીઆર, 1989ના નિયમ 138માં સંશોધન કર્યુ છે.

મંત્રાલયે વધુમાં જણાવ્યું છે કે મોટર વેહિકલ્સ એક્ટની કલમ 129 અનુસાર કેન્દ્ર સરકારે ચાર વર્ષથી ઓછી ઉંમરના બાળકોની સલામતી માટે તેમને મોટર સાયકલ પર બેસાડતી વખતે સેફટી હાર્નેસ અને ક્રેશ હેલમેટ ફરજિયતા બનાવવામાં આવ્યું છે.

મંત્રાલયે વધુમાં જણાવ્યું છે કે ચાર વર્ષ સુધીના બાળકે પોતાની સાથે બાંધી રાખવા માટે સેફ્ટી હાર્નેસનો ઉપયોગ કરવામાં આવે.

સેફ્ટી હાર્નેસ બાળકોને પહેરાવવામાં આવતું એક પ્રકારનું એવું જેકેટ હોય છે જેના આકારમાં ફેરફાર કરી શકાય છે. મંત્રાલય દ્વારા પ્રજા પાસેથી પણ સુરક્ષા ઉપાયો અંગે સૂચનો મંગાવવામાં આવ્યા છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat