Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > BREAKING: તમામ કાર્યક્રમો રદ કરવા ભાજપ પ્રદેશ પ્રમુખનો આદેશ

BREAKING: તમામ કાર્યક્રમો રદ કરવા ભાજપ પ્રદેશ પ્રમુખનો આદેશ

0
109
  • આત્મારામ પરમારની રેલીની સોશિયલ મીડિયામાં ભારે ટીકા

  • કોરોનાના કેસોના વધારાના કારણે અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં કરફ્યુ

અમદાવાદ: કોરોનાના કેસોના વધારાના કારણે અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં કરફ્યુ લાદવામાં આવ્યો છે. તેવા સમયે ગઢડાના ભાજપના વિજેતા ઉમેદવાર આત્મારામ પરમારે વિજયી રેલી કાઢી હતી. એકતરફ સંક્રમણ અટકાવવા સરકાર તરફથી તકેદારી અને પ્રજાની સ્લામતિ માટે કરફ્યુ જેવા આકરા પગલાં લેવાની ફરજ પડી છે. તેવા સમયે ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રીના આ પગલાંની સોશિયલ મીડિયામાં ભારે ટીકા થઈ હતી.

આ બાબતને નજર સમક્ષ રાખીને અન્ય કોઈ કાર્યક્રમ દરમિયાન સંક્રમણ ના ફેલાય અને પક્ષની છબીના ખરડાય તે હેતુથી ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે હાલ કોરોના સંક્રમણના વાતાવરણને અનુલક્ષીને ગુજરાતભરના તમામ ભાજપાના આગેવાનો તેમજ કાર્યકરોને સુચના આપી છે કે, અત્યારના સંજોગોને ધ્યાનમાં રાખીને નવી સૂચના ન મળે ત્યાં સુધી હાલ ભાજપ તરફથી કોઈપણ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવું નહીં.તેમજ અગાઉથી નક્કી થયેલ કાર્યક્રમો પણ રદ કરવા સૂચના જારી કરી છે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9