Gujarat Exclusive > દેશ-વિદેશ > ‘કોવિશીલ્ડ’ની રસી લીધા બાદ રક્તસ્ત્રાવ અને લોહી ગંઠાઈ જવાના 26 કેસ મળ્યા: પેનલ

‘કોવિશીલ્ડ’ની રસી લીધા બાદ રક્તસ્ત્રાવ અને લોહી ગંઠાઈ જવાના 26 કેસ મળ્યા: પેનલ

0
48

નવી દિલ્હી: ભારતમાં કોરોના મહામારી વિરુદ્ધ વૅક્સિનેશન બાદ લોહી ગંઠાઈ જવાના અને રક્તસ્ત્રાવના કેસો ખૂબ જ ઓછા આવ્યાં છે. આ જાણકારી સોમવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અને પરિવાર કલ્યાણ મંત્રાલયાની નેશનલ કમિટીના રિપોર્ટમાં સામે આવી છે. Covishield Side effects

આ સમિતીનું કહેવું છે કે, “કોવિશીલ્ડ” લીધા બાદ દેશમાં અત્યાર સુધી લોહી ગંઠાઈ જવાના 26 કેસ મળ્યાં છે. જ્યારે “કોવેક્સિન”ને લઈને AEFI (Adverse Event Following Immunization) સમિતીને એવો એકપણ કેસ નથી મળ્યો.

મંત્રાલયે “કોવિશીલ્ડ” વૅક્સિન લેનારા લોકો માટે એડવાઈઝરી જારી કરી છે અને કહ્યું છે કે, 20 દિવસો સુધી કોઈ તકલીફ જણાય તો તાત્કાલીક વૅક્સિનેશન સેન્ટર પર જવું જોઈએ.

આ પણ વાંચો:  Cyclone Tauktae: PM મોદીએ વાવાઝોડાને લઈને CM રૂપાણી સાથે ટેલિફોનીક વાતચીત કરી Covishield Side effects

કોરોનાની કોઈ પણ વૅક્સિન લગાવ્યા બાદ 20 દિવસોમાં થ્રોમ્બોમ્બોલિક લક્ષણો જણાય, તો સતર્ક રહેવાની એડવાઈઝરી જારી કરવામાં આવશે. કેટલાક દેશોમાં ખાસ કરીને એસ્ટ્રાજેનેકા-ઑક્સફોર્ટની વૅક્સિન “કોવિશીલ્ડ” લીધી બાદ રક્સસ્ત્રાવ અને લોહી ગંઠાઈ જવાની ઘટનાઓને લઈને એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

દેશમાં CoWin પ્લેટફોર્મના માધ્યમથી 23,000થી વધુ આડઅસરની સૂચના મળી હતી. જેમાંથી માત્ર 700 કેસ ગંભીર જણાયા હતા. જેમાંથી 498 ગંભીર કેસોની સમીક્ષા પૂર્ણ કરી લેવામાં આવી છે. જ્યારે 26 કેસો લોહી ગંઠાઈ જવાના હતા. જે કોવિશીલ્ડ સંદર્ભે હતા. જ્યારે કોવૅક્સિનના ડોઝ લીધા બાદ આવી કોઈ આડઅસરની માહિતી મળી નથી. બ્રિટનમાં આવા કેસો પ્રતિ 10 લાખે 4 અને જર્મનીમાં પ્રતિ 10 લાખે 10 મળી આવ્યા છે. Covishield Side effects

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat