Gujarat Exclusive > દેશ-વિદેશ > કોરોના વેક્સીન કોવિશીલ્ડને ભારતમાં ઇમરજન્સી ઉપયોગની મંજૂરી

કોરોના વેક્સીન કોવિશીલ્ડને ભારતમાં ઇમરજન્સી ઉપયોગની મંજૂરી

0
163

covishield

નવી દિલ્હી: નવા વર્ષનો પ્રથમ દિવસ કોરોના મહામારી વચ્ચે સારા સમાચાર લઇને આવ્યો છે. કોરોના વેક્સીન કોવિશીલ્ડને ભારતમાં ઇમરજન્સી ઉપયોગની મંજૂરી આપવામાં આવી છે. કોરોના વેક્સીનને લઇને સબ્જેક્ટ એક્સપર્ટ કમિટીની બેઠક મળી હતી.

ભારતે કોરોનાને હરાવવા માટે તૈયારી પુરી કરી લીધી છે, આખો એક્શન પ્લાન તૈયાર છે. ભારતમાં કોરોનાને હરાવવા માટે રસી લગાવવાની મુહિમ શરૂ થશે.covishield

કોરોના વેક્સીનને લઇને સબ્જેક્ટ એક્સપર્ટ કમિટીની મહત્વની બેઠક ચાલુ છે. જેમાં ઓક્સફોર્ડ એસ્ટ્રેજેનેકાની કોરોના વેક્સીન કોવિશીલ્ડને ઇમરજન્સી એપ્રૂવલ આપવા પર વિચાર કરવામાં આવ્યો હતો. જે બાદ સીરમ ઇંસ્ટીટ્યૂટ દ્વારા બનાવવામાં આવી રહેલી કોવિશીલ્ડ વેક્સીનના ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપી દેવામાં આવી છે. જોકે, સરકારના સુત્રો અનુસાર સીરમ ઇંસ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયા (SII)ની કોવિશીલ્ડને પેનલ પાસેથી મંજૂરી માટે ભલામણ મળી ગઇ છે પરંતુ હજુ તેની પર અંતિમ નિર્ણય DCGI દ્વારા લેવામાં આવશે.covishield

આ પણ વાંચો:વલસાડ: ન્યૂ યરમાં 1500થી વધુ દારૂડિયા ઝડપાતા પોલીસ સ્ટેશનમાં જગ્યા ખૂટી covishield

આ બેઠકમાં ફાઇઝર, ભારત બાયોટેક અને સીરમ ઇંસ્ટીટ્યૂટ ત્રણેયને એક પછી એક પોત પોતાનું પ્રેઝન્ટેશન આપવાનું હતું. આ બેઠકમાં ઝાયડસ કેડિલા પણ સામેલ થઇ છે. સીરમ ઇંસ્ટીટ્યૂટનું પ્રેઝન્ટેશન થઇ ગયુ છે. આ સાથએ જ કોવિશીલ્ડના ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપવામાં આવી છે. એક્સપર્ટ કમિટીની બેઠકમાં ભારત બાયોટેક પ્રેઝન્ટેશન આપી રહી છે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9