Gujarat Exclusive > આપણી જરૂરિયાત > ઓક્સિજનનો અભાવ કેમ? માંગ-પુરવઠાની ગણતરી અને અછતની શું છે સમસ્યા?

ઓક્સિજનનો અભાવ કેમ? માંગ-પુરવઠાની ગણતરી અને અછતની શું છે સમસ્યા?

0
72

નવી દિલ્હી: કોરોના સંક્ટમાં ઓક્સીજનનો અભાવ નવી સમસ્યા બની ગઇ છે. દર્દીઓ ઓક્સિજનના અભાવનો સામનો કરી રહ્યા છે. ઘણા દર્દીઓનું મોત ઓક્સિજન ના મળવાને કારણે થયુ છે. ઓક્સિજન સિલિન્ડરોનું બ્લેક માર્કેટિંગ પણ થઇ રહ્યું છે.

આવી સ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખુદ ઓક્સિજન સંકટની સમીક્ષા કરી છે. નિર્ણય લેવામાં આવ્યો છે કે ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવામાં આવશે અને તેની આયાત પણ કરવામાં આવશે પરંતુ, આ સમસ્યા શા માટે ઉભી થઈ? શું સરકાર આ માટે તૈયાર નહોતી? અને, સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું વડાપ્રધાનના નિર્ણય પછી ઓક્સિજનની સમસ્યા સમાપ્ત થશે?

તેમાં કોઇ શંકા નથી કે કોરોના સંકટ વચ્ચે દર્દીઓ માટે ઓક્સિજનની જરૂર અને માંગ વધી ગઇ છે. ગુરૂવારે જ કેન્દ્ર સરકારે હોસ્પિટલમાં આર્થિક દરે ઓક્સિજનનો ઉપયોગ કરવાની સૂચના આપી હતી અને ઓક્સિજનની બરબાદી રોકવા માટે પગલા ભરવા કહ્યુ હતું. વડાપ્રધાનની સમીક્ષા બાદ તાજેતરના નિર્ણય મુજબ પીએમ કેર્સ ફંડથી દેશની 100 નવી હોસ્પિટલોમાં ઓક્સીજન પ્લાન્ટ લગાવવા અને 50 હજાર મેટ્રિક ટન ઓક્સીજનની આયાતને અમલી કરવામાં કેટલો સમય લાગશે?- તેના વિશે કઇ પણ કહેવામાં આવ્યુ નથી.

શું દેશમાં ખરેખર ઓક્સિજનની કમી છે?

સૌથી અગત્યનો પ્રશ્ન એ છે કે શું ખરેખર ઓક્સિજનનો અભાવ છે? અથવા તો કોઈ વિતરણની સમસ્યાને કારણે ઉણપ છે? તેને એવી રીતે સમજીએ કે જો મેડિકલ જરૂરતો માટે ઓક્સિજનનું ઉત્પાદન થઇ રહ્યુ છે પરંતુ તે જરૂરતથી ઓછી છે તો ખરેખર ઓક્સિજનની કમી છે પરંતુ એવુ નથી. કેવી રીતે? તેને પણ સમજો. દેશમાં દરરોજ ઓક્સિજન ઉત્પાદનની ક્ષમતા 7127 મેટ્રીક ટન છે. 12 એપ્રિલે ઓક્સીજનની માંગ 3842 મેટ્રીક ટન હતી. તેનો અર્થ એવો કે ઉત્પાદન ક્ષમતાનો પુરો ઉપયોગ નહતો થઇ રહ્યો. શું તેને કમી કહેશો? જો માંગમાં અચાનક વધારો થયો તો અમારી સપ્લાય સિસ્ટમ તેને પહોચી વળવા તૈયાર નહોતી. હકીકતમાં, આ કારણોસર ઓક્સિજનનો અભાવ જોવા મળી રહ્યો છે.

સરકાર એમ પણ કહી રહી છે કે દેશના સ્ટીલ પ્લાન્ટોમાં ઓક્સિજનનો સંગ્રહ છે. 14 હજાર મેટ્રિક ટન ઓક્સિજનનો સ્ટોક રાખતી વખતે ઓક્સિજનનો અભાવ કેવી રીતે થયો, જ્યારે ઉત્પાદન પણ પુરી ક્ષમતા સાથે કરવામાં આવ્યું નહતું?

બફર સ્ટોકના અભાવથી શોર્ટેજ ઉભી થઇ

અસલી સમસ્યા ઓક્સિજન સિલિન્ડરની માંગ અથવા જરૂર ના હોવાનું કારણ તેનો પુરવઠો છે. 12 એપ્રિલ સુધી ઓક્સિજન સિલિન્ડરની માંગ ઓછી હતી, તેથી અડધા ક્ષમતાનું ઉત્પાદન થઇ રહ્યું હતું. જોકે, માંગ પ્રમાણે ઉત્પાદનનું સ્તર વધારવામાં અને ઓક્સિજન સિલિન્ડરોને હોસ્પિટલના પલંગ પર લાવવામાં સમય લાગે છે, જેને ધ્યાનમાં રાખીને બફર સ્ટોકની જરૂર પડે છે પરંતુ એવુ લાગે છે કે સંકટની સ્થિતિનું અનુમાન લગાવીને બફર સ્ટોક બનાવી રાખવાની જરૂરત સમજવામાં ના આવી. ગત વર્ષે કોરોના કાળમાં ઓક્સિજનના ઉત્પાદન- પુરવઠા પર નજર રાખવા માટે ઉચ્ચ સ્તરની સમિતી બની હતી, તે સમિતીએ જો પોતાનું કામ પહેલા કર્યુ હોત તો ઓક્સિજન સિલિન્ડરની કમીની વર્તમાન સ્થિતિ ઉભી ના થઇ હોત.

દેશમાં COVID-19ના એક્ટિવ કેસ 1 એપ્રિલે 6 લાખ હતા અને 16 એપ્રિલે આ 17 લાખની નજીક પહોચી ગયા. જો કોરોના લહેરના પ્રથમ તબક્કાને યાદ કરીએ તો આશરે 6 ટકા દર્દીઓને ઓક્સિજન ચઢાવવાની જરૂર હતી. આ હિસાબથી 1 એપ્રિલે ઓક્સિજન સિલિન્ડરની માંગ કરનારા દર્દીઓની સંખ્યા (કુલ દર્દીના 6 ટકા) 36 હજાર રહી હશે અને 16 એપ્રિલ સુધી આ સંખ્યા 1 લાખને પાર કરી ચુકી હશે.

માંગમાં આ વધારા મુજબ તૈયારીઓ કરવામાં આવી ન હતી. હવે સરકારે આ તરફ ધ્યાન આપ્યું છે, તેથી માંગ અને સપ્લાય વચ્ચે સંબંધ બનાવવામાં હજી ઓછામાં ઓછા 10થી12 દિવસનો સમય લાગશે. કોરોના દર્દીઓને 3335 મેટ્રિક ટન ઓક્સિજનની જરૂર હોય છે

એક લાખ દર્દીઓ માટે ઓક્સિજનની જરૂરિયાતને પૂરી કરવા માટે, જરૂરિયાતને પણ બે કેટેગરીમાં વહેંચી છે. એક કેટેગરી આઇસીયુ દર્દીઓની હશે તો બીજી કેટેગરી આઇસીયુ સિવાયના દર્દીઓનું હશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયનું એક પગલું છે, જે મુજબ આઇસીયુવાળા દર્દીઓ માટે 40 લીટર અને આઇસીયુ સિવાયના દર્દીઓ માટે 15 લિટર ઓક્સિજન મળવું જોઇએ. જો બન્ને પ્રકારના દર્દીઓની સંખ્યા અડધી થઇ ગઇ છે અને જરૂરિયાતનો અંદાજ લગાવીએ તો એક લાખ દર્દીઓમાં પ્રથમ 50 હજાર માટે ઓક્સિજનની જરૂરત (50000X40)= 20 લાખ લિટર અને બીજા 50 હજાર દર્દીઓ માટે ઓક્સિજનની જરૂરિયાત (50000X15) = 7 લાખ 50 હજાર લિટર હશે. એટલે કે 27 લાખ 50 હજાર લિટર ઓક્સિજનની જરૂર પડશે. બીજા શબ્દોમાં 3335 મેટ્રીક ટન જરૂરી છે. આ તે વધારાની ઓક્સિજન છે જેની તાત્કાલિક જરૂરત છે.

બે અઠવાડિયા બાદ વધશે ઓક્સીજનની માંગ

એક વખત ફરી ઓક્સીજન ઉત્પાદનની ક્ષમતા 7127 મેટ્રીક ટન, 12 એપ્રિલે વપરાશ 3842 મેટ્રીક ટન અને 16 એપ્રિલ સુધી કોરોના દર્દીઓના એક્ટિવ કેસને જોતા ઉભી થયેલી 3335 મેટ્રીક ટનની માંગ પર નજર કરીએ. આ વાત સ્પષ્ટ છે કે ઓક્સિજનની અત્યારે કમી થઇ નથી. આવુ એટલા માટે કે આપણી પાસે 14 હજાર મેટ્રીક ટન ઓક્સિજનનો સ્ટોક પણ સ્ટીલ કંપનીઓ પાસે છે. જો એક અઠવાડિયાની અંદર ઓક્સિજનની કમી ઉત્પાદન અને વિતરણ સ્તર પર અનુભવાશે.

આ કારણે જ વડાપ્રધાને આગામી 15 દિવસની સ્થિતિનુ આકલન કરતા ઓક્સિજનની ઉપલબ્ધતાની સમીક્ષા કરી છે, તેમણે આવનારા સમયમાં પુરા બે અઠવાડિયા દરમિયાન ઓક્સિજનની વધનારી માંગને ધ્યાનમાં રાખી છે. સરકાર સામે પડકાર એ છે કે તે બે અઠવાડિયાની અંદર જ 50 હજાર મેટ્રીક ટન ઓક્સિજનની આયાત પણ કરે અને આ દરમિયાન નવી હોસ્પિટલોમાં ઓક્સિજન પ્લાન્ટનું નિર્માણ પણ કરે, પરંતુ શું આવુ કરી શકવુ શક્ય હશે?

આ પણ વાંચો: કોરોના ટીપ્સ: રોગચાળાથી બચવુ છે તો આ બાબતોનું ધ્યાન રાખો

જરૂરિયાતમંદ દર્દીઓએ એક અઠવાડિયા રાહ જોવી પડશે!

પ્રથમ પ્રાથમિકતા હોસ્પિટલોમાં ઓક્સિજનની કમીને દૂર કરવાની છે, તેનો એકમાત્ર ઉપાય મેન્યુફેક્ચર પાસેથી હોસ્પિટલ સુધી ઓક્સિજન પહોચાડવુ જરૂરી છે. સરકાર પાસે દેશભરમાં 1200થી 1500 ટેન્કર છે જે ઓક્સિજનની માંગને પુરી કરવામાં લાગેલા છે. આ ટેન્કરોને જરૂરતના હિસાબથી ઉપયોગ કરવો પણ મોટો પડકાર હશે.

વડાપ્રધાનના સ્તર પર ઓક્સિજન સિલિન્ડરની આયાત અને ઓક્સિજન પ્લાન્ટ તૈયાર કરવાના નિર્ણયથી દર્દીઓને તાત્કાલિક સમસ્યા હલ થતી જોવા મળતી નથી. આ નિર્ણયની અસર બે અઠવાડિયા બાદ ઓક્સિજનની જરૂરતને પુરૂ કરવાના વિચારથી મહત્વની છે. અત્યારે ઓક્સિજન સિલિન્ડરોની જે કમી જોવા મળી રહી છે તેને ખતમ થવામાં સપ્લાય ચેનના બરારબ થવાની રાહ જોવી પડશે, જેમાં ઓછામાં ઓછો એક અઠવાડિયાનો સમય લાગી શકે છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat