Gujarat Exclusive > દેશ-વિદેશ > દેશમાં કોરોનાના 24 કલાકમાં 13,091 કેસ, રિકવરી રેટ 98.25 ટકા

દેશમાં કોરોનાના 24 કલાકમાં 13,091 કેસ, રિકવરી રેટ 98.25 ટકા

0
29

નવી દિલ્હી: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 13,091 નવા કેસ સામે આવ્યા છે. રિકવરી રેટ 98.25 ટકા છે જે માર્ચ 2020થી સૌથી વધુ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 13,878 લોકો સ્વસ્થ થયા છે, આ સાથે જ કોરોનાથી સ્વસ્થ થનારાઓની સંખ્યા 3,38,00,925 થઇ ગઇ છે.

ભારતમાં સક્રિય કેસની સંખ્યા 1,38,556 છે જે છેલ્લા 266 દિવસમાં સૌથી ઓછી છે. ડેઇલી પોઝિટિવિટી રેટ 1.10% છે જે છેલ્લા 38 દિવસથી 2 ટકા નીચે છે. વીકલી પોઝિટિવિટી રેટ 1.18% છે જે છેલ્લા 48 દિવસમાં 2 ટકાથી નીચે છે.

રસીકરણની વાત કરીએ તો દેશમાં અત્યાર સુધી 1 અરબ 10 કરોડ 23 લાખ 34 હજાર 225 ડોઝ આપવામાં આવી ચુક્યા છે. જેમાંથી 57 લાખ 54 હજાર 817 ડોઝ બુધવારે આપવામાં આવ્યા હતા. કોવિન પોર્ટલ અનુસાર કુલ ડોઝમાંથી અત્યાર સુધી 74 કરોડ 68 લાખ 57 હજાર 853 ડોઝ પહેલા અને 35 કરોડ 58 લાખ 66 હજાર 887 બીજા ડોઝ આપવામાં આવી ચુક્યા છે.

આ પણ વાંચો: અફઘાનમાં તાલિબાની સત્તા અંગે ભારતનો દ્રષ્ટીકોણ દુનિયાના લોકતાંત્રીક દેશોને અનુકુળ

મહારાષ્ટ્રમાં કોવિડના 1,094 નવા કેસ

મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 1,094 નવા કેસ સામે આવ્યા છે અને 17 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. આ સાથે જ સંક્રમણના કુલ કેસની સંખ્યા 66,20,423 પર પહોચી ગઇ છે અને મૃતકોની સંખ્યા 1,40,447 થઇ ગઇ છે. રાજ્યના સ્વાસ્થ વિભાગે આ જાણકારી આપી છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat