Gujarat Exclusive > દેશ-વિદેશ > કોવિડ વૅક્સિન પર બબાલ: મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી ટોપેએ કેન્દ્ર પર લગાવ્યો ભેદભાવનો આરોપ

કોવિડ વૅક્સિન પર બબાલ: મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી ટોપેએ કેન્દ્ર પર લગાવ્યો ભેદભાવનો આરોપ

0
26

મુંબઈ: મહારાષ્ટ્રમાં કોરોના વૅક્સિનેશનને લઈને ઉદ્ધવ સરકાર અને કેન્દ્રની મોદી સરકાર વચ્ચે મતભેદ વધતા જઈ રહ્યાં છે. છેલ્લા બે દિવસથી ચાલી રહેલા આરોપ-પ્રત્યારોપ વચ્ચે ગુરુવારે મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ એક વખત ફરીથી કેન્દ્ર સરકાર પર ભેદભાવનો આરોપ લગાવ્યો છે. Covid Vaccine Shortage

રાજેશ ટોપેએ જણાવ્યું કે, મહારાષ્ટ્રની સરખામણીમાં ગુજરાતની વસ્તી અડધી છે. એવામાં ગુજરાતને એક કરોડ વૅક્સિન પૂરી પાડવામાં આવી રહી છે. જ્યારે મહારાષ્ટ્રને માત્ર 1.04 લાખ ડોઝ આપવામાં આવ્યા છે. આ ભેદભાવ નથી તો શું છે?

મેં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન સમક્ષ દર મહિને 1.6 કરોડ વૅક્સિનની માંગ કરી છે. રાજ્યમાં દરરોજ 6 લાખ લોકોને વૅક્સિન આપવામાં આવી રહી છે. એવામાં અમારે દર અઠવાડિયે 40 લાખ વૅક્સિનની આવશ્યક્તા છે. શરદ પવારે પણ તેમની સાથે વાત કરીને ભેદભાવનો મુદ્દો ઉઠાવ્યો છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ એક્ટિવ કેસ છે અને પોઝિટિવિટી રેટ અને ડેથ રેટ પણ સૌથી વધુ છે. અમારી 12 કરોડની વસ્તી છે, છતાં અમને આટલી ઓછી વૅક્સિન કેમ મળી રહી છે?

સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેની ફરિયાદ બાદ કેન્દ્ર સરકારે તાત્કાલીક કાર્યવાહી કરી. થોડી મિનિટો બાદ ટોપેએ મીડિયાને જણાવ્યું કે, કેન્દ્ર સરકારે વૅક્સિનનો ડોઝ 7 લાખથી વધારીને 17 લાખ કરી દીધો છે.

આ પણ વાંચો:  હવે નહીં થાય લોહીની તંગી, વૈજ્ઞાનિકોએ બ્લડ ગ્રુપ ‘A’ને પણ બનાવ્યું યુનિવર્સલ ડોનર Covid Vaccine Shortage

જણાવી દઈએ કે, મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વૅક્સિનની અછતના પગલે વૅક્સિનેશન ડ્રાઈવ બંધ કરી દેવામાં આવીછે. એવું મનાય છે કે, મહારાષ્ટ્રના સતારા, નવી મુંબઈ, કોલ્હાપુર અને સોલાપુરમાં કમીના પદલે વેક્સિનેશન સેન્ટરો બંધ કરવા પડ્યાં છે. અનેક સેન્ટરો પર લાઈનમાં ઉભા રહેલા લોકોને રસી લીધા વિના પરત ફરવું પડે છે.

મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ બાદ હવે ઓડિશામાં પણ આવી જ સ્થિતિ સર્જાઈ છે. ઓડિશામાં વૅક્સિનની કમીના કારણે 1400માંથી 700 વૅક્સિનેશન સેન્ટર્સ બંધ કરવા પડ્યા. હવે રાજ્યના સ્વાસ્થ્ય મંત્રીએ આ મામલે કેન્દ્ર સરકારને પત્ર લખ્યો છે. જેમાં જણાવ્યું છે કે, અમારી પાસે 5.34 લાખ વૅક્સિનના ડોઝ છે. જ્યારે રાજ્યમાં પ્રતિદિન અઢી લાખ ડૉઝ આપવામાં આવી છે. એટલે કે, બે દિવસમાં સ્ટૉક ખતમ થઈ જશે. અમે કેન્દ્ર સરકાર સમક્ષ માંગ કરી છે કે, ઓછામાં ઓછા 25 લાખ ડોઝ મોકલી આપે. જેથી આગામી 10 દિવસ સુધી અમારુ કામ ચાલ્યા રાખે. Covid Vaccine Shortage

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat