Gujarat Exclusive > દેશ-વિદેશ > દેશી વેક્સીન Covaxin એ કરી કમાલ, વાંદરાઓના શરીરમાંથી કોરોના ભગાડ્યો

દેશી વેક્સીન Covaxin એ કરી કમાલ, વાંદરાઓના શરીરમાંથી કોરોના ભગાડ્યો

0
300
  • ‘કોવેક્સિન’ પ્રાણીઓ પરના ટ્રાયલમાં સફળ રહી
  • ભારત બાયોટેકે ખાસ પ્રકારના વાંદરાઓ (Macaca mulata) ને વેક્સીનનો ડોઝ આપ્યો હતો
  • ભારત બાયોટેકે 20 વાંદરાઓના ચાર સમૂહો પર રિસર્ચ કર્યું છે

નવી દિલ્હીઃ ભારત બાયોટેકની કોરોના વાયરસ વેક્સીન ‘કોવેક્સિન’ (Coronavirus vaccine Covaxin news) પ્રાણીઓ પરના ટ્રાયલમાં સફળ રહી છે. કંપનીએ શુક્રવારના રોજ જાહેરાત કરી હતી કે Covaxin એ વાંદરાઓમાં વાયરસ પ્રત્યે એન્ટીબૉડીઝ વિકસિત કરી છે. એટલે કે લેબ સિવાય જીવિત શરીરમાં પણ આ વેક્સીન અસરકારક છે, એ સાબિત થઇ ગયું છે. કંપનીએ જણાવ્યું કે, વાંદરાઓ પર અભ્યાસના પરિણામોની ઇમ્યુનોઝીનિસિટીનો ખ્યાલ આવે છે. ભારત બાયોટેકે ખાસ પ્રકારના વાંદરાઓ (Macaca mulata) ને વેક્સીનનો ડોઝ આપ્યો હતો. જો કે હાલમાં આ વેક્સીનને ભારતમાં અલગ-અલગ જગ્યાઓ પર ફેઝ-1 ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહ્યો છે. સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (CDSCO) એ આ જ મહીને ભારત બાયોટેકને ફેઝ 2 ટ્રાયલની અનુમતિ આપી છે.

20 વાંદરાઓના ચાર ગ્રુપ બનાવ્યાં હતાં

ભારત બાયોટેકે 20 વાંદરાઓના ચાર સમૂહો પર રિસર્ચ કર્યું છે. એક ગ્રુપને પ્લેસીબો આપવામાં આવી જ્યારે બાકી ત્રણ ગ્રુપને ત્રણ અલગ-અલગ પ્રકારની વેક્સીન પહેલા અને 14 દિવસ બાદ આપવામાં આવી. બીજો ડોઝ આપ્યા બાદ, તમામ વાંદરાઓને SARS-CoV-2 એ એક્સપોઝ કરવામાં આવ્યાં. વેક્સીનનો પ્રથમ ડોઝ આપ્યાના ત્રીજા સપ્તાહથી વાંદરાઓમાં કોવિડ પ્રત્યે રેસ્પાંસ ડેવલપ થવાનું શરૂ થઇ ગયું હતું. વેક્સીન લેનારા કોઇ પણ વાંદરામાં ન્યુમોનિયાના લક્ષણ નથી મળ્યાં.

આ પણ વાંચોઃ દેશમાં કોરોનાનો આતંક, કુલ આંક 46 લાખને વટાવતા નવા કેસ 97 હજારને પાર

ભારતમાં બનેલી પ્રથમ કોરોના વેક્સીન છે Covaxin

કોવેક્સિન (Coronavirus vaccine Covaxin news)  ને ઇન્ડીયન કાઉન્સીલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR) – નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઑફ વાયરલોજી (NIV) અને ભારત બાયોટેકે મળીને ડેવલપ કરેલ છે. ભારત બાયોટેકે 29 જૂનના રોજ જાહેરાત કરી હતી કે, તેને વેક્સીન તૈયાર કરી લીધી છે.

કોરોનાના સ્ટ્રેનથી જ બની છે આ વેક્સીન

ICMR – ભારત બાયોટેકની Covaxin એક ‘ઇનએક્ટિવેડ’ વેક્સીન છે. તે એવાં કોરોના વાયરસના પાર્ટિકલ્સથી બનેલી છે કે જેને મારી દેવામાં આવ્યા હતાં કે જેથી તે ઇન્ફેક્ટ ન કરી શકે. કોવિડનું આ સ્ટ્રેન પુણેની NIV લેબમાં આઇસોલેટ કરવામાં આવ્યો હતો. તેના ડોઝથી શરીરમાં વાયરસ વિરૂદ્ધ એન્ટીબોડીઝ બને છે.

15 જુલાઇથી ટ્રાયલ શરૂ

ભારતમાં બનેલી પ્રથમ કોરોના વેક્સીન Covaxin નો ફેઝ 1 ટ્રાયલ 15 જુલાઇ 2020થી શરૂ થયો હતો. દેશભરમાં 17 લોકેશન્સ પર ફેઝ 1 ટ્રાયલ થયાં. Covaxin ટ્રાયલની તમામ માહિતી ICMR ને મોકલવામાં આવશે. જ્યારે ડેટાને એનલાઇઝ કરવામાં આવી રહેલ છે.

વેક્સીન લોન્ચ થવામાં કેટલો સમય?

ભારતમાં ઓછામાં ઓછી સાત કંપનીઓ – Bharat Biotech, Zydus Cadila, Serum Institute, Mynvax Panacea Biotec, Indian Immunologicals અને Biological E કોરોના વાયરસની અલગ-અલગ વેક્સીન પર કામ કરી રહી છે. સીરમ ઇન્સ્ટીટ્યૂટે ઓક્સફોર્ડ વેક્સીનનો ટ્રાયલ રોકી દીધો છે જ્યારે બાકી શરૂ છે. સામાન્ય રીતે વેક્સીન ડેવલપ કરવામાં વર્ષો લાગે છે, જો કે કોરોનાને કારણે વિશ્વભરના રિસર્ચર્સે યુદ્ધસ્તરે કામ કર્યું છે. કોવેક્સીનના ફેઝ 1 ટ્રાયલ ડેટાને ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડીયા (DGCI) ની સામે રાખવો પડશે. ત્યાંથી ફેઝ 2 ટ્રાયલની પરમિશન મળશે કે જેમાં 750 પાર્ટિસિપેન્ટ્સ થશે. ત્રીજા સ્ટેજમાં હજારો વોલિન્ટિયર્સ શામેલ થશે. ભારત બાયોટેકને આશા છે કે તેની વેક્સીન આગામી વર્ષના પ્રથમ ક્વાર્ટર સુધી ઉપલબ્ધ થઇ જશે.

આ પણ વાંચોઃ દેશી વેક્સીન Covaxin એ કરી કમાલ, વાંદરાઓના શરીરમાંથી કોરોના ભગાડ્યો