Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > અંકલેશ્વર: ‘કોરોના કાળમાં પૈસા કોઈ જ કામના નથી’ કહીં યુવકે ઓવરબ્રિજ પરથી રૂપિયા ઉડાવ્યાં

અંકલેશ્વર: ‘કોરોના કાળમાં પૈસા કોઈ જ કામના નથી’ કહીં યુવકે ઓવરબ્રિજ પરથી રૂપિયા ઉડાવ્યાં

0
58

ભરૂચ: કોરોનાની બીજી લહેર કહેર મચાવી રહી છે, ત્યારે હોસ્પિટલની બહાર લોકોની રોકકળ, ઑક્સિજનની કમી, રડતા સ્વજનો અને સળગતી ચિતાઓ આજકાલ આવા દ્રશ્યો મીડિયા અને સોશિયલ મીડિયામાં સામાન્ય થઈ ગયાં છે. છેલ્લા કેટલાય દિવસોથી આપણે સતત આવા સમાચારો સાંભળી અને જોઈ રહ્યાં છે. જો કે આવી માહિતીઓ માત્ર સમાચારો જ નહીં, પરંતુ ડર બનીને આપણાં મગજમાં ઘુસી રહી છે. આ ડરની આપણા માનસિક સ્વાસ્થ્ય પર પડતી અસરોની ચર્ચાઓ પણ શરૂ થઈ ગઈ છે. આવા કાળમાં ભરૂચના અંકલેશ્વરમાં એક યુવકે માનસિક તનાવમાં આત્મહત્યાની કોશિશ કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. Ankleshwar viral video

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, અંકલેશ્વરનો એક યુવકે માનસિક તનાવમાં આવીને આત્મહત્યાની કોશિશ કરી હતી. જો કે આખરે તેને બચાવી લેવામાં આવ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો: મમતા ચૂંટાયેલા ધારાસભ્યો સાથે કરશે બેઠક, સાંજે 7 વાગ્યે રાજ્યપાલને મળશે Ankleshwar viral video

જેમાં તનાવગ્રસ્ત યુવક “કોરોના કાળમાં પૈસા કોઈ કામના નથી” એમ કહીને બ્રિજ ઉપરથી નીચે નોટો ઉડાવીને રેલિંગ કૂદીને મોતની છલાંગ લગાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે. જો કે આસપાસના લોકો દ્વારા તેને બચાવી લેવામાં આવે છે.

હાલ અત્મહત્યા કરનારા યુવકની ઓળખ થઈ શકી નથી. જો કે કોરોના કાળમાં યુવક દ્વારા માનસિક તનાવમાં આવું જોખમી પગલુ ભર્યાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. Ankleshwar viral video

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat