Gujarat Exclusive > દેશ-વિદેશ > COVID: ગંભીર ફાઉન્ડેશન દવા ભેગી કરવાના દોષી: ડ્રગ કંટ્રોલર

COVID: ગંભીર ફાઉન્ડેશન દવા ભેગી કરવાના દોષી: ડ્રગ કંટ્રોલર

0
165

નવી દિલ્હી: ગૌતમ ગંભીર ફાઉન્ડેશનને અનધિકૃત સંગ્રહખોરી ફૈબીફ્લૂ દવાનું ભંડારણ, ખરીદ અને વિતરણ કરવાનો દોષી ગણવામાં આવ્યો છે. આ પુરા કેસની તપાસ દિલ્હી સરરકરાના ડ્રગ કંટ્રોલરે કરી છે. તે બાદ ડ્રગ કંટ્રોલરે ગુરૂવારે દિલ્હી હાઇકોર્ટમાં પોતાનો રિપોર્ટ દાખલ કરી દીધો છે. હવે આ મામલે આગામી સુનાવણી 29 જુલાઇએ થશે.

ડ્રગ કંટ્રોલરે કહ્યુ કે ગૌતમ ગંભીર ફાઉન્ડેશન, ડ્રગ ડીલરો સાથે સાથે એવા અન્ય કેસમાં પણ મોડુ કર્યા વગર કાર્યવાહી કરવામાં આવશે જે ધ્યાનમાં આવશે. હાઇકોર્ટે ડ્રગ કંટ્રોલરને જણાવ્યુ કે તમે ધારાસભ્ય પ્રવીણ કુમારને પણ ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ હેઠળ આ રીતના ગુના માટે દોષી ગણ્યો છે.

દિલ્હી હાઇકોર્ટે ડ્રગ કંટ્રોલરને છ અઠવાડિયાની અંદર પોતાની સ્થિતિ રિપોર્ટ દાખલ કરવા કહ્યુ છે અને આ મામલે વધુ સુનાવણી 29 જુલાઇએ યોજાશે.

શું છે ઘટના?

દિલ્હી હાઇકોર્ટ આ અરજી પર સુનાવણી કરી રહ્યુ છે, જેમાં અલગ અલગ પાર્ટીના નેતાઓ દ્વારા દવા ઓક્સીજન અને કોરોનાની સારવાર માટે જરૂરી વસ્તુના હોર્ડિગ કરીને પોત પોતાના ક્ષેત્રોના લોકોમાં વહેચવાને લઇને ફરિયાદ કરવામાં આવી હતી. આ રીતે દવા અને જરૂરી વસ્તુના હોર્ડિગ કાયદાકીય રીતે નથી કરી શકાતી આ ગેરકાયદેસર છે.

હાઇકોર્ટે ડ્રગ કંટ્રોલરને આ મામલે તપાસ કરવાના આદેશ આપ્યા હતા પરંતુ કંટ્રોલરે સાંસદ અને પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરને ક્લીન ચિટ આપી દીધી છે. ભાજપ સાંસદ ગૌતમ ગંભીરને ક્લીનચિટ આપવા માટે ડ્રગ કંટ્રોલરને ફટકાર લગાવી અને કોર્ટે ફરી તપાસ રિપોર્ટ આપવા આદેશ આપ્યો હતો.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat