Gujarat Exclusive > દેશ-વિદેશ > બેંગલુરુમાં 3 હજારથી વધુ કોરોના દર્દીઓ ઘર છોડીને ફરાર, મોબાઈલ પણ સ્વિચ ઑફ

બેંગલુરુમાં 3 હજારથી વધુ કોરોના દર્દીઓ ઘર છોડીને ફરાર, મોબાઈલ પણ સ્વિચ ઑફ

0
53

બેંગલુરૂ: કોરોના સંક્રમણની બીજી લહેર વચ્ચે બેંગુલુરૂથી એક માઠા સમાચાર સામે આવી રહ્યાં છે. અહીં 3 હજારથી વધુ કોરોના સંક્રમિત દર્દીઓ ગુમ થઈ ગયા છે. જેમાંથી અનેક લોકોએ પોતાના મોબાઈલ ફોન સ્વિચ ઑફ કરી દીધા હોવાથી તેમની ભાળ મેળવવી મુશ્કેલ બની રહી છે. Covid Patient Missing

આ અંગે કર્ણાટકના રેવન્યૂ મિનિસ્ટ્ર આર અશોકે જણાવ્યું કે, સરકારે પોલીસને જેમ બને તેમ જલ્દી આવા લોકોને શોધી કાઢવા કહ્યું છે. તેમણે દાવો કર્યો કે, આવા ફરાર થયેલા લોકો કોરોનાનું સંક્રમણ ફેલાવી રહ્યાં છે. જો કે ગુમ થયેલા દર્દીઓ પર નજર રાખવા માટે પોલીસ પોતાની આગવી રણનીતિ પર કામ કરી રહી છે.

કર્ણાટકમાં બુધવારે સૌથી વધુ 39,047 નવા કેસ સામે આવ્યા હતા, જ્યારે વધુ 229 લોકોના મરણ નોંધાયા હતા. એમાંય સૌથી વધુ બેંગલુરૂમાં 22,596 કેસ નોંધાયા હતા.

સ્વાસ્થ્ય મંત્રી ડૉ કે સુધાકરે જણાવ્યું કે, ગત એક વર્ષથી અહીં કોરોના સંક્રમિતોના ગુમ થવાના સમાચારો સામે આવી રહ્યાં છે. આ માટે અમે લોકોને મફતમાં દવાઓ આપી રહ્યાં છીએ. જેથી 90 ટકા સંક્રમિતોના કેસ પર અંકુશ મેળવી શકાય, પરંતુ કોરોના સંક્રમિત દર્દીઓ પોતોનો મોબાઈલ ફોન બંધ કરી રહ્યાં છે. દર્દીઓ સ્થિતિ ગંભીર થવા પર ICU બેડની તપાસમાં હોસ્પિટલમાં પહોંચી રહ્યા છે. દર્દીઓની આવી હરકતોના કારણે સ્થિતિ વધુ વિકટ બનતી જઈ રહી છે.

આ પણ વાંચો: લીમડીની સરકારી કોવિડ હોસ્પિટલમાં યમરાજાના ધામા, એક જ રાતમાં 11 દર્દીઓના મોત Covid Patient Missing

મને લાગે છે કે, બેંગલુરૂમાં ઓછામાં ઓછા 2 છી 3 હજાર લોકો પોતાના ફોન સ્વિચ ઑફ કરીને ઘર છોડીને જતા રહ્યાં છે. અમે નથી જાણતા કે, તેઓ ક્યાં ગયા છે. અમે સંક્રમિત દર્દીઓને પોતાનો ફોન ચાલુ રાખવાની અપીલ કરી છે અને પોલીસે પણ તેમને ટ્રેક કરવા માટે જણાવ્યું છે.

ડૉ સુધારકરે હાથ જોડીને પ્રાર્થના કરી છે કે, લોકોના આવા વ્યવહારથી કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. લોકો છેલ્લી ઘડીએ આઈસીયુ બેડ માટે હોસ્પિટલના ધક્કા ખાઈ રહ્યાં છે, જે ખોટું છે. 20 ટકા દર્દીઓ અમારા ફોનનો જવાબ જ નથી આપી રહ્યાં. કેટલાક લોકો રાજ્ય છોડીને જતાં રહ્યાં છે, તો કેટલાકે પોતાના ફોન બંધ કરી દીધા છે. હાલ પોલીસ તેવા લોકોને ટ્રેક કરી રહી છે. Covid Patient Missing

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat