Gujarat Exclusive > દેશ-વિદેશ > ઑક્સિજનની કમીથી કોરોના ગ્રસ્ત દર્દીઓના મોત, કચરો ફેંકવાની ગાડીમાં લઈ જવાયા મૃતદેહ

ઑક્સિજનની કમીથી કોરોના ગ્રસ્ત દર્દીઓના મોત, કચરો ફેંકવાની ગાડીમાં લઈ જવાયા મૃતદેહ

0
211

રાયપુર: દેશમાં હાલ કોરોનાના કારણે સ્થિતિ ચિંતાજનક બની છે. દરેર રાજ્યમાં એક જ જેવી હાલત છે. છત્તીસગઢમાં પણ કોરોનાના ઝડપથી વધી રહેલા કેસો વચ્ચે વહીવટી તંત્રની અવ્યવસ્થા સામે આવી રહી છે. અહીંના રાજનાંદગાવ જિલ્લાના ડોંગરગાંવ બ્લોકમાં આવી જ એક તસ્વીર સામે આવી છે. જ્યાં એક કોરોનાગ્રસ્ત દર્દીના મૃતદેહને કચરો ફેંકવાની ગાડીમાં લઈ જવામાં આવી રહ્યો છે. Covid Patient

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, રાજનાંદગાવ જિલ્લા મુખ્યાલયથી 25 કિલોમીટર દૂર સ્થિત ડોંગરગાંવમાં બે સગી બહેનો સહિત ત્રણ લોકોના મોત થઈ ગયા. જ્યાં તેમને પૂરતા પ્રમાણમાં ઑક્સિજન ના મળતા તેમનું મોત થઈ ગયું. આ ત્રણ મોત સિવાય ડોંગરગાંવની જ સરકારી હોસ્પિટલમાં એક કોરોના પીડિત વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. એક દિવસમાં 4 મોતથી હડકંપ મચી ગયો, પરંતુ પછી નગર પાલિકાના કચરો ફેંકવાના વાહનમાં મૃતદેહોને લઈ જવામાં આવ્યા. Covid Patient

આ પણ વાંચો:  પશ્ચિમ બંગાળમાં કોરોનાનો કહેર, ચૂંટણી પહેલા જ કોંગ્રેસ ઉમેદવારનું મોત Covid Patient

આ મામલે વિવાદ થતાં ડોંગરગાંવના હેલ્થ સેન્ટરના અધિકારીએ પણ ખુદને પોતાના ઘરમાં આઈસોલેટ કરીને પોતાની જવાબદારીમાંથી છટકવાનો પ્રયત્ન કર્યો. જ્યારે તેમનો કોવિડ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat