Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ઉત્તરાયણને પણ લાગશે કોરોનાનું ગ્રહણ! ટૂંક સમયમાં નવા નિયમો જાહેર થશે

ઉત્તરાયણને પણ લાગશે કોરોનાનું ગ્રહણ! ટૂંક સમયમાં નવા નિયમો જાહેર થશે

0
212

ગાંધીનગર: કોરોનાના (Corona Virus) કહેર વચ્ચે રાજ્યમાં મકરસક્રાંતિનું (Makar Sankranti 2021) કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. ઉત્તરાયણના (Uttarayan) પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી (Gujarat Deputy CM) નીતિન પટેલનું (Nitin Patel) નિવેદન સામે આવ્યું છે. જેનાથી પતંગ રસિયાઓના ઉત્સાહ પર પાણી ફરી વળશે તેમ જણાય છે.

ડેપ્યુટી CM નીતિન પટેલે (Nitin Patel) જણાવ્યું કે, ઉત્તરાયણના (Uttarayan) પર્વને લઈને રાજ્ય સરકાર દ્વારા ટૂંક સમયમાં જ ગાઈડલાઈન જાહેર કરવામાં આવશે. જો કે કોરોના સંક્રમણને (Corona Virus) જોતા એક ધાબા પર મોટી સંખ્યામાં લોકોને એકઠા થવાની મંજૂરી નહીં આપવામાં આવે. કોરોનાના (Corona Virus) કારણે એક ધાબા પપ 50 લોકો ભેગા ના થવા જોઈએ.

આ પણ વાંચો:  બે કોરોના વૅક્સીનને મંજૂરી મળતા PM મોદીનું ટ્વીટ- ‘ભારત માટે ગર્વની વાત’

ઉલ્લેખનીય છે કે, દિવાળીના તહેવારો બાદ રાજ્યમા કોરોનાના કેસોમાં (Gujarat Corona Case) અચાનક વધારો થતાં વહીવટીતંત્ર ચિંતિત બન્યું હતું. જે બાદ ઉત્તરાયણ (Uttarayan) પર્વ સંદર્ભે કરવામાં આવેલી જાહેરહિતની અરજીમાં હાઈકોર્ટની ટકોર બાદ સરકારે દર વર્ષે રિવરફ્રન્ટ પર યોજાતો આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ (International Kite Festival) સહિતના અનેક કાર્યક્રમો રદ્દ કરી નાંખ્યા હતા. હવે ઉત્તરાયણની ઉજવણી (Uttarayan Celebration) પર સરકાર કેવા કડક નિયમો લાવે છે? તે જોવું રહ્યું.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9