Gujarat Exclusive > દેશ-વિદેશ > VIDEO: આંધ્રપ્રદેશની વિચિત્ર ઘટના, કોરોના દર્દીનાં મૃતદેહને JCBથી લઇ જવાયો

VIDEO: આંધ્રપ્રદેશની વિચિત્ર ઘટના, કોરોના દર્દીનાં મૃતદેહને JCBથી લઇ જવાયો

0
387

હૈદરાબાદઃ આંધ્રપ્રદેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીની સાથે અમાનવીય વ્યવહાર કર્યાની ઘટના સામે આવી છે. શ્રીકાકુલમ જિલ્લામાં 72 વર્ષનાં એક વૃદ્ધનું કોરોના સંક્રમણને કારણે મોત થઇ ગયું છે જેનાં મૃતદેહને ઘરેથી સ્મશાન ઘાટ સુધી JCB મશીન દ્વારા લઇ જવામાં આવ્યો. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.

આંધ્રપ્રદેશનાં શ્રીકાકુલમ જિલ્લાની પાલાસા ટાઉનમાં રહેનારા એક વૃદ્ધને ડોર-ટુ-ડોર સર્વે દરમ્યાન કોરોના પોઝિટિવ આવ્યો હતો. તે નગર નિગમનાં પૂર્વ કર્મચારી હતાં. ઘર પર જ તેઓએ દમ તોડ્યો હતો. પાડોશીઓએ વિરોધ કરવા પર તેમની પૌત્રીએ કોર્પોરેટ ઓથોરિટીને ફોન કર્યો.

સૂચના મળવા પર અધિકારી JCB મશીન લઇને આવ્યાં અને મૃતકનાં શરીરને લઇ ગયાં. આ વાયરલ તસવીરો અને વીડિયોમાં લાશને JCB નાં આગળનાં ભાગમાં સૂવાડેલી જોવા મળે છે. સાથે નિગમ કર્મચારી PPE કીટ પહેરીને પર્સનલ પ્રોટેક્શનથી સજ્જ જોવા મળ્યાં. થોડાંક દિવસો પહેલા પણ આ જિલ્લામાં કોરોના મૃતકની બોડીને ટ્રેક્ટરથી લઇ ગયાની ઘટના પ્રકાશમાં આવી હતી.

આ પણ વાંચોઃ સુશાંત સિંહની આત્મહત્યા બાદ પરિવાર ટેલેન્ટેડ યુવાનોની પડખે, શરૂ કરશે SSR ફાઉન્ડેશન

CM એ કહ્યું, “એક્શન લેવાશે”

આ ઘટના સામે આવ્યાં બાદ વિપક્ષે તેની આકરી નિંદા કરી. ત્યારે સીએમ વાઇ એસ જગનમોહન રેડ્ડીએ આને “અમાનવીય ઘટના” કરાર કરતા તેની વિરૂદ્ધ સખ્ત કાર્યવાહી કરવાની વાત કરી છે. તેઓએ કહ્યું કે, “આવાં કેસને ડીલ કરવા માટે પ્રોટોકોલ સ્પષ્ટ છે. પીડિતને શિફ્ટ કરવા માટે જરૂરી પ્રોટોકોલ્સને ફોલો ના કરવામાં આવ્યું.”

આ પણ વાંચોઃ કોરોનાની બીજી લહેરમાં લાખો લોકોનાં મોત થઇ શકેઃ WHO

કોરોના વાયરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથીતેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.