Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદની ઝાયડસ કેડિલાએ તૈયાર કરી કોરોના રસી! હ્યુમન ક્લીનિકલ ટ્રાયલની મંજૂરી

અમદાવાદની ઝાયડસ કેડિલાએ તૈયાર કરી કોરોના રસી! હ્યુમન ક્લીનિકલ ટ્રાયલની મંજૂરી

0
897
  • 5 દિવસમાં દેશની બીજી વેક્સીન કે જેને સરકારે ક્લિનિકલ મંજૂરી આપી

     

  • પશુઓ પર કરવામાં આવેલ ટ્રાયલ પણ સફળ રહ્યો

અમદાવાદઃ સમગ્ર દેશમાં અને રાજ્યમાં કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો છે ત્યારે દેશમાં હાલ અનેક જગ્યાએ કોરોનાની રસી શોધવાનાં પ્રયાસો ચાલી રહ્યાં છે. ભારતમાં હાલમાં દરરોજ અંદાજે 20 હજાર કોરોનાનાં નવા દર્દીઓનો આંકડો સામે આવી રહ્યો છે. એવામાં કોરોનાની રસીને લઇને એક મહત્વનાં સમાચાર સામે આવી રહ્યાં છે. રાજ્યમાં અમદાવાદની ઝાયડસ કેડિલાને કોરોના રસીનાં ટ્રાયલની મંજૂરી મળી ગઈ છે. ઝાયડસ કેડિલાએ કોરોનાની રસી તૈયાર કરી લીધી છે. આ રસીને હ્યુમન ક્લીનિકલ ટ્રાયલની મંજૂરી મળી ગઇ છે.

હ્યુમન ક્લીનિક્લ ટ્રાયલ કરવા માટે અમદાવાદની ઝાયડસ કેડિલાને DCGIએ મંજૂરી આપી દીધી છે. દેશમાં 5 દિવસમાં આ બીજી વેક્સીન છે કે જેને સરકારે ક્લિનિકલ મંજૂરી આપી છે. આથી જો ઝાયડસ કેડિલાની કોરોના રસી હ્યુમન ક્લિનિકલ ટ્રાયલમાં પાસ થઈ જશે તો વિશ્વનાં અનેક દેશો દ્વારા તેની માંગ વધી જશે અને સમગ્ર ભારત સહિત ગુજરાતનો આખાય વિશ્વમાં ડંકો વાગશે.

આ પણ વાંચોઃ કોરોનાની વૅક્સીન Covaxin 15 ઓગસ્ટે થઈ શકે છે લૉન્ચ, 7 જુલાઈથી હ્યુમન ટ્રાયલ થશે

મહત્વનું છે કે, ભારતની દવાની ટોચની કંપની ઝાયડસ કેડિલા ભારતીય અને યુરોપિયન ટીમો સાથે બે અભિગમોને લઈને કોરોના વાયરસની દવા શોધી રહ્યાં હતાં. જેનો પ્રથમ અભિગમ કોરોના વાયરસનાં પ્રવેશ માટે જવાબદાર કોષમાં DNA રસી શોધવાનો હતો.

પ્લાઝમિડ DNA ને વાયરસ પ્રભાવિત કોષમાં દાખલ કરવામાં આવશે. ત્યાર બાદ તેને વાયરલ પ્રોટીનમાં ટ્રાન્સફોર્મ કરીને રોગપ્રતિકારક શક્તિનાં સેલ્યુલર અને હ્યુમોરલની મદદથી વાયરસને ભગાડવામાં મદદ કરશે જેનાથી કોરોનાથી બચી શકાશે.

બીજો અભિગમ એ હતો કે COVID-19 સામે જીવંત એટેન્યુએટેડ RMV રસીનો વિકાસ કરવામાં આવશે. RMV રસી કોરોના વાયરસનાં કોડન ઓપ્ટિમાઇઝ્ડ પ્રોટીનનું નિરૂપણ કરીને લાંબા ગાળા સુધી એન્ટિબોડીને પ્રેરિત કરશે જેનાથી COVID-19 થી રક્ષણ મળી રહેશે.

ક્લિનિકલ ટ્રાયલને પુર્ણ કરવામાં અંદાજે 3 મહીનાનો સમય લાગશે

અમદાવાદની ઝાયડસ કેડિલા હેલ્થ કેર લિમિટેડ દ્વારા તૈયાર કરવામાં આવી રહેલી વેક્સીનનાં ફેઝ-1 અને ફેઝ-2નાં હ્યૂમન ટ્રાયલની ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇંડિયા દ્વારા મંજૂરી આપી દેવાઇ છે. મળતી માહિતી અનુસાર આ ક્લિનિકલ ટ્રાયલને પુર્ણ કરવામાં અંદાજે 3 મહીનાનો સમય લાગી શકે છે. કંપનીએ એવો દાવો પણ કર્યો છે કે આ વેક્સીનની પશુઓ પર કરવામાં આવેલી ટ્રાયલ સફળ રહી છે. જેનાં આધારે આગળનાં ફેઝમાં કામ કરવાની કંપનીને મંજૂરી મળી છે.

બાયોટેક દ્વારા તૈયાર કરેલ ‘Covaxin’ ને પણ મંજૂરી મળી છે

વધુમાં તમને જણાવી દઇએ કે આ પહેલાં ભારત બાયોટેક દ્વારા વિકસિત કરવામાં આવી રહેલી ભારતની પહેલી Covid-19 વેક્સીન ‘Covaxin’ ને માનવ ક્લિનિકલ પરીક્ષણ પહેલા અને બીજા તબક્કા માટે DGCI ની મંજૂરી મળી હતી. આ પરીક્ષણ જુલાઇ 2020માં શરુ કરાશે.

આ પણ વાંચોઃ કોરોના સંક્રમિત અને વૃદ્ધોને પોસ્ટલ બેલેટથી મત આપવાની સુવિધા, ECનો નિર્ણય