Gujarat Exclusive > દેશ-વિદેશ > PM મોદી શનિવારે 10.30 કલાકે કોરોના રસીકરણ અભિયાનની શરૂઆત કરશે

PM મોદી શનિવારે 10.30 કલાકે કોરોના રસીકરણ અભિયાનની શરૂઆત કરશે

0
36

પહેલા દિવસે અંદાજે 3 લાખ સ્વાસ્થ્યકર્મીઓને રસી આપવામાં આવશે Covid 19 Vaccination Program

નવી દિલ્હી: ભારતમાં કોરોના વાઇરસની ગતિ હવે ધીમે-ધીમે ઓછી થઇ રહી છે. સંક્રમણને હરાવવા માટે અંતિમ લડાઈ તરીકે રસીકરણ પ્રક્રિયા 16 જાન્યુઆરી એટલે શનિવારથી શરૂ થવા જઇ રહી છે. શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 10.30 કલાકે રસીકરણના મહાઅભિયાનની શરૂઆત કરશે. નીતિ આયોગના સભ્ય વીકે પોલે તેની જાણકારી આપી છે. Covid 19 Vaccination Program

વડાપ્રધાન કાર્યલયે જણાવ્યું કે વડાપ્રધાન દ્વારા 16 જાન્યુઆરીએ કોવિડ-19 રસીકરણ અભિયાન દરમિયાન તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 3000થી વધુ સ્થળોને ડિજીટલ માધ્યમથી કનેક્ટ કરવામાં આવશે. રાજ્યો તથા કેન્દ્ર શાસિત રાજ્યોમાં કોવિડ-19ની રસી મોકલવામાં આવી છે. અને રાજ્યો અને કેન્દ્ર શાસિત રાજ્યોએ જીલ્લાઓમાં રસી મોકલી દીધી છે. કોવિડ-19 મહામારી, રસીકરણ અને તેના ડિજીટલ પ્લેટફોર્મ સંબંધિત પ્રશ્નોના સમાધાન માટે 24 કલાક અને સાત દિવસ સંચાલિત 1075 કોલ સેન્ટર અને હેલ્પલાઇનની સ્થાપના કરવામાં આવી છે. લોક ભાગેદારીના સિદ્ધાંત પર કોવિડ-19 રસીકરણના અભિયાનને શરૂ કરવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. Covid 19 Vaccination Program

આ પણ વાંચો: આ વખતે પ્રજાસત્તાક દિવસે ચીફ ગેસ્ટ નહીં હોય, કેન્દ્ર સરકારે કરી સ્પષ્ટતા

કોરોના સામે રક્ષણ માટે રસીકરણ પ્રક્રિયા શનિવારે 3000 કેન્દ્રો પર શરૂ કરવામાં આવશે. દરેક કેન્દ્ર પર દૈનિક એક સત્રમાં લોકોને રસી આપવામાં આવશે. વીકે પોલે જણાવ્યું કે, જેવી રીતે આ કાર્યક્રમ આગળ વધશે, 5000 થી વધુ કેન્દ્રો પર રસીકરણ કરવામાં આવશે. Covid 19 Vaccination Program

જણાવી દઇએ કે રસીકરણ અભિયાનના પહેલા દિવસે અંદાજે ત્રણ લાખ સ્વાસ્થ્યકર્મીઓને રસી આપવામાં આવશે. પ્રત્યેક રસીકરણ સત્રમાં વધુમાં વધુ 100 લાભાર્થી હશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોને જણાવ્યું છે કે તેઓ દરેક સ્થળે મોટી સંખ્યામાં રસી ના આપે. મંત્રાલયે બુધવારે જણાવ્યું કે રાજ્યોને સલાહ આપવામાં આવી છે કે તે 10 ટકા અનામત/વેસ્ટ ડોઝ અને દરરોજ પ્રત્યેક સત્રમાં સરેરાશ 100 રસીને ધ્યાનમાં રાખતા રસીકરણ સત્રોનું આયોજન કરે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9