Gujarat Exclusive > દેશ-વિદેશ > Covid-19 Update In India: દેશમાં કોરોનાના નવા કેસ ઘટ્યા, 24 કલાકમાં 50,129 દર્દી નોંધાયા

Covid-19 Update In India: દેશમાં કોરોનાના નવા કેસ ઘટ્યા, 24 કલાકમાં 50,129 દર્દી નોંધાયા

0
41

નવી દિલ્હી: ભારતમાં કોરોના વાઈરસથી સંક્રમિત (Covid-19 Update In India) લોકોની સંખ્યા ઝડપથી ઓછી થઈ રહી છે. પ્રતિદિન નવા કેસો (New Corona Cases) ઓછા થતાં હવે 50 હજારની આસપાસ આવી ગયા છે. આ નવા કેસો સાથે જ દેશમાં હવે સંક્રમિતોની કુલ સંખ્યા 78.64 લાખ પર પહોંચી ચૂકી છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી રજૂ કરેલા આંકડા (Covid-19 In India) અનુસાર, છેલ્લા 24 કલાક દરમિયાન 50,129 નવા કેસ (New Corona Cases) મળી આવ્યા છે. આ સાથે જ દેશમાં કોરોના સંક્રમિતોનો કુલ આંકડો વધીને 78,64,811 પર પહોંચી ગયો છે. જ્યારે 578 નવા મૃત્યુ નોંધાયા છે. રવિવારે વધુ 62,077 દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ રહ્યાં છે. આમ અત્યાર સુધી સારવાર બાદ સ્વસ્થ થઈ ચૂકેલા લોકોની સંખ્યા 70,78,123 પર પહોંચી ગઈ છે.

હાલ દેશમાં (Covid-19 In India) એક્ટિવ કેસોની સંખ્યા 6,68,154 છે. આ મહામારી અત્યાર સુધી 1,18,534 લોકોને ભરખી ચૂકી છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યા પ્રમાણે, 25 ઓક્ટોબર સુધી દેશભરમાં 10 કરોડ 25 લાખથી વધુ કોરોના ટેસ્ટિંગ કરવામાં આવી ચૂક્યાં છે. શનિવારે 11,40,905 કોરોના ટેસ્ટિંગ થયા છે.

આ પણ વાંચો: દશેરાના પર્વે અહીં થાય છે રાવણની પૂજા, નવી ગાડીઓ પર લખાય છે ‘જય લંકેશ’

ભારતમાં કોરોનાના કેસો (Covid-19 In India) વધવાની ગતિ જોઈએ તો, 7-ઓગસ્ટે 20 લાખ, 23-ઓગસ્ટે 30 લાખ, 5-સપ્ટેમ્બરે 40 લાખ, 16-સપ્ટેમ્બરે 50 લાખ, 28-સપ્ટેમ્બરે 60 લાખ અને 11-ઓક્ટોબરે 70 લાખના આંકડાને પાર પહોંચી હતી.

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ

ગુજરાતમાં શનિવારે કોરોનાના નવા 1021 પોઝિટિવ કેસ (Gujarat Corona Cases) સામે આવ્યાં છે. જ્યારે વધુ 6 દર્દીઓના મરણ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીના કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 1,66,254 પર પહોંચી ચૂકી છે. જ્યારે અત્યાર સુધી જીવલેણ વાઈરસ (Corona Virus) રાજ્યના 3682 લોકોને ભરખી ચૂક્યો છે.