Gujarat Exclusive > યુથ > સ્પોર્ટ્સ > કોરોના અસર: ટોક્યો ઓલમ્પિક થશે સ્થગિત, IOCના વરિષ્ઠ સભ્યનો દાવો

કોરોના અસર: ટોક્યો ઓલમ્પિક થશે સ્થગિત, IOCના વરિષ્ઠ સભ્યનો દાવો

0
242

કોરોના વાયરસના દુનિયાભરમાં વધી રહેલા પ્રકોપને ધ્યાનમાં લેતા અનેક મોટા ખેલ આયોજન, સમારોહ અને કાર્યક્રમો રદ અથવા તો સ્થગિત કરવામાં આવી રહ્યાં છે અને હવે તેની અસર દુનિયાના સૌથી મોટા ખેલ આયોજન ઓલમ્પિક ગેમ્સ પર પણ પડતી નજરે આવી રહી છે. આંતરરાષ્ટ્રીય ઓલમ્પિક સમિતિ (IOC)ના સૌથી વરિષ્ઠ સભ્યોમાંથી એક ડિક પાઉન્ડે દાવો કર્યો છે કે, 2021માં ઓલમ્પિકનો આયોજન થઈ શકે છે. જણાવી દઈએ કે, કોરોનાવાયરસના વધતા પ્રકોપને જોતા અનેક વખત ઓલમ્પિકને રદ્દ કરવાની માંગ ઉઠી હતી.

આંતરરાષ્ટ્રીય ઓલમ્પિક સમિતિ એટલે કે IOCના વરિષ્ઠ સભ્ય ડિક પાઉન્ડે અમેરિકી વેબસાઈટ યૂએસએ ટૂડે સાથે વાત કરતા આ જાણકારી આપી છે. તેમણે જણાવ્યુ કે, ટોક્યો ઓલમ્પિકને સ્થગિત કરી દેવામાં આવી છે અને હવે આગામી વર્ષ (2021માં) ખેલોના આ મહાકુંભનું આયોજન કરવા અંગે નિર્ણય લેવાશે. ડિક પાઉન્ટ એક કેનેડિયન નાગરિક છે અને કેનેડા આ વર્ષે ઓલંપિકમાંથી હટી જનાર પ્રથમ દેશ છે.

78 વર્ષના પાઉન્ડ ચેલ્લા અનેક દાયકાથી IOCના સૌથી પ્રભાવશાળી સભ્યોમાંના એક છે. તેમણે જણાવ્યુ કે, રમતોને લગભગ 2021માં આયોજન કરવામાં આવશે, આવતા ચાર અઠવાડિયામાં તેના પર નિર્ણય લેવાઈ શકે છે. તેમણે જણાવ્યુ કે, આશા છે કે, IOC જલદી તેના આગળના પગલાની જાહેરાત કરશે.

IOCના અધ્યક્ષ થોમસ બાખે રવિવારે 22 માર્ચે જ જણાવ્યુ હતુ કે, IOC બધી સ્થિતિ પર નજર રાખી રહી છે. આવતા 4 અઠવાડિયામાં ઓલમ્પિકના ભવિષ્ય પર કોઈ નિર્ણય લેવામાં આવશે. તે પછી રવિવારે જ કેનેડાએ સ્પષ્ટ કર્યુ હતુ કે, જો વર્તમાન સ્થિતિમાં ઓલમ્પિક થાય છે તો, તે પોતાની ટીમ નહીં મોકલે.

કોઈ નિર્ણય લેતા પહેલા એક મહિના રાહ જોઈશ: IOA

કોરોનાવાયરસના કારણે કેનેડાએ ઓલમ્પિક રમતોથી પીછે હચ કરતા ભારતીય ઓલમ્પિક સંઘ (IOA)એ સોમવારે જણાવ્યુ કે, ઓલમ્પિકમાં દેશની ભાગેદારીને લઈને કોઈ પણ નિર્ણય લેતા પહેલા ઓછામાં ઓછા એક મહિના રાહ જોઈશું. IOA સચિવ રાજીવ મેહતાએ જણાવ્યુ કે, કોવિડ-19 મહામારીના કારણે ઉત્પન્ન થયેલી સ્થિતિ પર તેઓ સતત નજર રાખી રહ્યા છે. તેમણે જણાવ્યુ કે, અમે ચારથી પાંચ અઠવાડિયા રાહ જોઈશું અને તે પછી IOC અને રમત મંત્રાલયનની સલાહ પછી જ કોઈ નિર્ણય લઈશું. તેમણે જણાવ્યુ કે, બીજા દેસોની સરખામણીમાં ભારતની સ્થિતિ હાલ એટલી ખરાબ નથી.

કોરોનાવાયરસ સામે લડવા PM મોદીએ યાદ કરી કૈફ-યુવરાજની ઐતિહાસિક ભાગેદારી