Gujarat Exclusive > દેશ-વિદેશ > Covid 19: સોનિયા ગાંધીએ PM મોદીને ફરીથી લેટર લખીને કહ્યું કે…

Covid 19: સોનિયા ગાંધીએ PM મોદીને ફરીથી લેટર લખીને કહ્યું કે…

0
758

કોરોનાવાયરસના વધતા પ્રકોપને જોતા કોંગ્રેસના વચગાળના અધ્યક્ષ સોનિય ગાંધીએ વડાપ્રધાનને એક વખત ફરીથી પત્ર લખ્યો છે. પત્રમાં તેમને પીએમને આ લોકડાઉન દરમિયાન કેટલીક ચીજોને લઇને સૂચનો આપ્યા છે સાથે તે પણ કહ્યું છે કે, આ મહામારીને રોકવા અને દરેક સંઘર્ષમાં આખું દેશ સંગઠિત થઇને એકસાથે ઉભું છે.

સોનિયા ગાંધીએ પોતાના પત્રમાં આઠ મુદ્દાઓ પર જોર આપ્યો છે. તેમને બધા જ વૃદ્ધો/વિધવાઓ/દિવ્યાંગોના પેન્શન ખાતાઓ, મનરેગા મજૂરોના ખાતાઓમાં એકસાથે 7500 રૂપિયા આપવાની અપીલ કરી છે. સાથે જ દરેક રેશન કાર્ડ ધારકના પરિવારને પીડીએસ દ્વારા નિશુલ્ક 10 કિલો ચાવળ અને ઘઉ આપવાની પણ સલાહ આપી છે, તેથી તેઓ આવનારા 21 દિવસ સુધીના મુશ્કેલ પરિસ્થિતિમાંથી પ્રસાર થઇ શકે.

“ડોક્ટરને આપવામાં આવે સ્પેશ્યલ રિસ્ક એલાઉન્સ”

સોનિયા ગાંધીએ હેલ્થ વર્કર માટે કહ્યું છે કે, 6 મહિના માટે ડોક્ટર્સ, નર્સ અને સ્વાસ્થ્ય કર્મચારીઓને વિશેષ રિસ્ક એલાઉન્સ આપવામાં આવવું આવશ્યક છે અને સમયની માંગ પણ છે.

સોનિયા ગાંધીએ લખ્યું છે કે, “કોરોના વાયરસ સામે લડવા માટે તમારી સરકાર દ્વારા જાહેર 21 દિવસના દેશવ્યાપી લોકડાઉનું અમે સમર્થન કરીએ છીએ. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષના રૂપમાં હું વિશ્વાસ અપાવું છું કે, આ મહામારીને રોકવા માટે ઉઠાવવામાં આવેલા પગલાઓમાં અમે સરકારને પૂરેપૂરો સહયોગ આપીશું”

કોરોનાવાયરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથી, તેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલેગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.

કોરોનાવાયરસ: ગરીબો-મજૂરો માટે 1.70 લાખ કરોડ રૂપિયાની જાહેરાત