રાજ્યમાં આજે 19મી ફેબ્રુઆરીના રોજ કોરોનાવાયરસના નવા 486 કેસ નોંધાયા છે, જેની સામે રાજ્યમાં આજે 1419 દર્દીઓ સ્વાસ્થ્ય થયા છે. જોકે, ઘટતા જતા કેસ વચ્ચે આજે પણ 13 નાગરિકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે.
રાજ્યમાં આજે અમદાવાદમાં 192, વડોદરા શહેરમાં 62, વડોદરા જિલ્લામાં 39, સુરત શહેરમાં 21, બનાસકાંઠામાં 20, આણંદમાં 12, મહેસાણામાં 12, રાજકોટ શહેરમાં 12, સુરત જિલ્લામાં 11 કેસ નોંધાયા છે.
ગાંધીનગર શહેરમાં 10, દેવભૂમિ દ્વારકા, પાટણ, રાજકોટમાં 8-8, ગાંધીનગરમાં 7, છોટાઉદેપુરમાં 6, ખેડામાં, મોરબીમાં 6-6, અમદાવાદ, સાબરકાંઠા, તાપીમાં 5-5 કેસ નોંધાયા છે.
અમરેલી, અરવલ્લી, ભરૂચ, નવસારીમાં 4-4, કચ્છમાં 3, દાહોદ, જામનગર, જામનગર શહેર, વલસાડમાં 2-2, ભાવનગર શહેર, ગીરસોમનાથ, નર્મદામાં 1-1 કેસ નોંધાયા છે. આ ઉપરાંત રાજ્યમાં આજે સાત જિલ્લા અને 1 મનપામાં કોરોનાના શૂન્ય કેસ નોંધાયા છે.
રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 5790 પર પહોંચી ગયો છે. રાજ્યમાં 42 દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે કલુ 5748 દર્દીઓ સ્ટેબલ છે. કુલ 12,03508 દર્દીઓ અત્યારસુધીમાં સ્વાસ્થ્ય થઈ ચૂક્યા છે. આજે વધુ 13 દર્દીઓના મોત થતા કુલ મૃત્યુ આંક 10887 પર પહોંચી ગયો છે.