Gujarat Exclusive > દેશ-વિદેશ > COVID-19: દેશમાં પાછલા 24 કલાકમાં 30 હજારથી વધુ નવા કેસ, 403 લોકોના મોત

COVID-19: દેશમાં પાછલા 24 કલાકમાં 30 હજારથી વધુ નવા કેસ, 403 લોકોના મોત

0
108

દેશમાં છેલ્લા 24 કલાકમાં દેશમાં 30,948 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19ના કારણે 403 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,24,24,234 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 58,14,89,377 લોકોને કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.

ભારતમાં કોરોના સામેની લડતમાં આંશિક સફળતા મળતી હોય એવા સંકેત મળી રહ્યા છે. કોરોના સામે લડતાં અત્યાર સુધીમાં 3 કરોડ 16 લાખથી વધુ દર્દી સાજા થયા છે. હાલમાં કોરોનાનો રિકવરી રેટ સુધરીને 97.60 ટકા થયો છે. બીજી તરફ, સતત નવમા દિવસે કોરોના સંક્રમણના કેસ 40 હજારથી નીચે નોંધાયા છે.

જોકે કેરળ માં બેકાબૂ બનેલા કોરોનાએ 24 કલાકમાં વધુ 83 લોકોનો ભોગ લીધો છે. એક દિવસમાં સૌથી વધુ મૃત્યુદર મહારાષ્ટ્રમાં 145નો નોંધાયો છે. ગુજરાતમાં પણ એક દર્દીએ જીવ ગુમાવ્યો છે.

કોવિડ-19 મહામારી સામે લડીને ભારતમાં 3 કરોડ 16 લાખ 36 હજાર 469 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 38,487 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ભારતમાં હાલ રિકવરી રેટ 97.60 ટકા છે. હાલમાં 3,53,398 એક્ટિવ કેસ છે.

તો બીજી તરફ અત્યાર સુધીમાં કુલ 4,34,367 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. બીજી તરફ, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ જાહેર કરેલા આંકડાઓ મુજબ, 21 ઓગસ્ટ, 2021 સુધીમાં કુલ 50,62,56,239 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. શનિવારના 24 કલાકમાં 15,85,681 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat