Gujarat Exclusive > દેશ-વિદેશ > COVID-19: દેશમાં પાછલા 24 કલાકમાં 30 હજારથી વધારે કેસ, 431 લોકોના મોત

COVID-19: દેશમાં પાછલા 24 કલાકમાં 30 હજારથી વધારે કેસ, 431 લોકોના મોત

0
65

ગુરૂવાર સવારે કેન્દ્રીય આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 30,570 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19ના કારણે 431 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે.

થોડા દિવસની આંશિક રાહત બાદ બુધવાર સવારે જાહેર થયેલા કોરોના મહામારીના આંકડાઓએ ફરી ચિંતામાં વધારો કર્યો છે. એક દિવસમાં 30 હજારથી વધુ લોકો સંક્રમિત થયા છે જ્યારે મૃત્યુઆંકે 400નો આંક પાર કરી દીધો છે.

કેરળમાં 17 હજાર જેટલા લોકો એક દિવસમાં સંક્રમિત થયા છે. ત્યારબાદ બીજા નંબરે મહારાષ્ટ્ર આવે છે. અહીં 24 કલાકમાં 3783 નવા કેસ નોંધાયા છે. બીજી તરફ, ગુજરાતમાં એક દિવસમાં 15 લોકો સંક્રમિત થયા છે. હાલ રાજ્યમાં 150 એક્ટિવ કેસ છે.

દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,33,47,325 થઈ ગઈ છે. આ ઉપરાંત, દેશમાં કુલ 76,57,17,137 લોકોને કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 64,51,423 કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.

કોરોના વાયરસ મહામારી સામે લડીને ભારતમાં 3 કરોડ 25 લાખ 60 હજાર 474 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 38,303 દર્દીઓ સાજા થયા છે. હાલમાં 3,42,923 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 4,43,928 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ જાહેર કરેલા આંકડાઓ મુજબ, 15 સપ્ટેમ્બર, 2021 સુધીમાં કુલ 54,77,01,729 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. બુધવારના 24 કલાકમાં 15,79,761 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat