Gujarat Exclusive > દેશ-વિદેશ > Covid-19: દેશમાં પાછલા 24 કલાકમાં 28 હજારથી વધારે કેસ, 338 લોકોના મોત

Covid-19: દેશમાં પાછલા 24 કલાકમાં 28 હજારથી વધારે કેસ, 338 લોકોના મોત

0
41

દેશમાં છેલ્લા 24 કલાકમાં દેશમાં 28,591 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 338 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,32,36,921 થઈ ગઈ છે.

દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ક્યારેક ઘટાડો તો ક્યારેક મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. દેશના અનેક રાજ્યો જેમ કે કેરળ અને મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા કેસોએ દેશવાસીઓની ચિંતા વધારી દીધી છે આ રાજ્યોમાં કોરોનાના વધતા કેસોની વચ્ચે ત્રીજી લહેરની પહેલા જ ચેતવણી જાહેર કરી દેવામાં આવી છે. બીજી તરફ, ગુજરાતની વાત કરીએ તો રાજકીય હલચલ વચ્ચે કોરોના સંક્રમણની સ્થિતિ ઘણે અંશે કાબૂમાં છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 16 નવા કેસ નોંધાયા છે જેની સામે 12 દર્દી રિકવર થયા છે.

રવિવાર સવારે કેન્દ્રીય આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડાઓ મુજબ દેશમાં કુલ 73,82,07,378 લોકોને કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 72,86,883 કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.

COVID-19 મહામારી સામે લડીને ભારતમાં 3 કરોડ 24 લાખ 9 હજાર 345 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 34,848 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ભારતમાં હાલ રિકવરી રેટ 97.50 ટકા છે. હાલમાં 3,84,921 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 4,42,655 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. આ ઉપરાંત, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ જાહેર કરેલા આંકડાઓ મુજબ, 11 સપ્ટેમ્બર, 2021 સુધીમાં કુલ 54,18,05,829 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. શનિવારના 24 કલાકમાં 15,30,125 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં સંક્રમણના (Gujarat Corona Cases) વ્યાપની વાત કરીએ તો, છેલ્લા 24 કલાકમાં 16 નવા કેસ નોંધાયા છે. વડોદરા કોર્પોરેશનમાં 6, સુરત કોર્પોરેશન 5, અમદાવાદ કોર્પોરેશનમાં 2, ગીર સોમનાથ 1, મહેસાણા 1, રાજકોટ કોર્પોરેશન 1 કોરોનાનો નવો કેસ નોંધાયો છે. રાજ્યમાં હાલ 162 એક્ટિવ કેસ છે અને 4 દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat