Gujarat Exclusive > દેશ-વિદેશ > COVID-19: દેશમાં પાછલા 24 કલાકમાં 18 હજારથી વધારે નવા કેસ, 278 લોકોના મોત

COVID-19: દેશમાં પાછલા 24 કલાકમાં 18 હજારથી વધારે નવા કેસ, 278 લોકોના મોત

0
50

આજે કેન્દ્રીય આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 18,833 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19ના કારણે 278 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,38,71,881 થઈ ગઈ છે.

આ ઉપરાંત દેશમાં કુલ 92,17,65,405 કોરોના વેક્સીન ના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 99,48,360 કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.

જોકે રાહતની વાત તે છે કે, ભારતમાં કોરોનાના એક્ટિવ કેસો આજે 203 દિવસમાં સૌથી ઓછા નોંધાયા છે. દેશમાં કોરોના સંક્રમણના કેસ 20 હજારથી ઓછા નોંધાયા છે. સૌથી વધુ ચિંતાનું કારણ કેરળ રાજ્ય છે, જ્યાં એક દિવસમાં 9 હજારથી વધુ લોકો સંક્રમિત થયા છે.

બીજા નંબરે મહારાષ્ટ્ર છે જ્યાં 24 કલાકમાં 2400 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. ગુજરાતમાં નવરાત્રિના પ્રારંભ પહેલા કોરોનાની સ્થિતિ મહદઅંશે કાબૂમાં છે. પરંતુ ઘણા લાંબા અંતરાળ બાદ મંગળવારે એક કોરોના દર્દીનું રાજ્યમાં નિધન થયું છે.

ભારતમાં 3 કરોડ 31 લાખ 75 હજાર 656 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. છેલ્લા 24 કલાકમાં 24,770 દર્દીઓ સાજા થયા છે. હાલમાં 2,46,687 એક્ટિવ કેસ છે. દેશમાં રિકવરી રેટ 97.90 ટકા થયો છે. અત્યાર સુધીમાં કુલ 4,49,538 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ જાહેર કરેલા આંકડાઓ મુજબ, 5 ઓક્ટોબર, 2021 સુધીમાં કુલ 57,68,03,867 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. મંગળવારના 24 કલાકમાં 14,09,825 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat