રાજ્યમાં કોરોનાના ઓમીક્રોન વેરિયન્ટની એન્ટ્રી વચ્ચે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસનાનવા 3350 કેસ નોંધાયા છે. ગુજરાતમાં ત્રીજી લહેર શરૂ થઈ ગઈ છે રાજ્યમાં આજે નોંધાયેલા કેસનો આંકડો ચિંતાજનક છે. આજે કોરોના વાયરસના કેસ વધવાની સાથે બે લોકોના મોત પણ થયા છે.
આજે અમદાવાદ શહેરમાં 1637 નવા કેસ નોંધાયા છે જ્યારે જિલ્લાના મળીને 1660 કેસ છે, સુરત શહેરમાં 630, વડોદરા શહેરમાં 150, રાજકોટ શહેરમાં 141, આણંદમાં 114, ખેડા 84, સુરત 60, ગાંધીનગર શહેરમાં 59, કચ્છામાં 48, નવસારીમાં 47, ભાવનગર 38, વલસાડ 34, વડોદરા 31, ગાંધીનગર 26, પંચમહાલમાં 26, મોરબીમાં 25, અમદાવાદ જિલ્લામાં 23, જામનગર શહેરમાં 19, રાજકોટ 18 કેસ નોંધાયા છે.
દેવભૂમિ દ્વારકામાં 17, મહેસાણામાં 13, દાહોદમાં 12, સાબરકાંઠામાં 10, જૂનાગઢ શહેરમાં 8, અમરેલીમાં 7, મહીસાગરમાં 7, અવલ્લીમાં 6, સુરેન્દ્રનગર 6, ગીરસોમનાથ 5, બનાસકાંઠા 4, તાપી 2, બોટાદ 2, જામનગર જિલ્લામાં 1 કેસ મળી 3350 તેસ નોંધાય છે જ્યારે અઅમરેલીમાં 1 મોત છે.
રાજ્યમાં આજે ઓમીક્રોન વેરિયન્ટના 50 કેસ નોંધાયા છે. અમદાવાદ 34, આણંદ 3, ખેડા,4, વડોદા કોર્પોરેશનમાં 5, સુરત શહેરમાં 3, કચ્છમાં 1 મળીને કુલ 50 નવા કેસ નોંધાયા છે.