Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > હાસકારો: ટ્રેનમાં આવતાં મુસાફરોમાં કોરોના પોઝિટિવના ઘટતી જતી સંખ્યા

હાસકારો: ટ્રેનમાં આવતાં મુસાફરોમાં કોરોના પોઝિટિવના ઘટતી જતી સંખ્યા

0
69
  • ટ્રેનોના મુસાફરોના ટેસ્ટીંગમાં આજે માત્ર 7 પોઝીટીવ કેસો મળ્યા

  • 7 કોરોના પોઝિટિવ કેસોમાંથી 1 દર્દીને જ કોવિડ કેર સેન્ટરમાં દાખલ કરાયા

  • ગોરખપુરના 304 મુસાફરોની તપાસ પણ એકપણ પોઝીટીવ નહીં

અમદાવાદ: બુધવારના રોજ આવેલી જુદી જુદી ટ્રેનોના મુસાફરોના હાથ ધરાયેલી ટેસ્ટિંગની કામગીરીમાં કુલ 7 કોરોના પોઝિટિવના કેસો મળ્યા હતા. તેમાંથી 5 તો એક માત્ર રાજધાની એકસપ્રેસમાંથી મળ્યા હતા. આમ રાજધાની એક્સપ્રેસમાંથી અન્ય બે ટ્રેઇનોની સરખામણીમાં વધુ કેસો મળ્યા હતા.

બુધવારે 1270 મુસાફરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તેમાંથી કુલ 7 કેસો મળી આવ્યા હતા. આ 7 કેસો પૈકીના માત્ર 1 દર્દીને સાબરમતી રેલવે સ્ટેશન ખાતે ઊભા કરવામાં આવેલા કોવિડ કેર સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. જયારે 6 દર્દીઓને હોમ કવોરન્ટાઇન કરવામાં આવ્યા છે. રાહતની વાત તો એ છે કે ટ્રેનમાં આવતા મુસાફરોમાં કોરોના પોઝિટિવની સંખ્યામાં ઘટાડો થતો જાય છે. તેમાંય વળી આજે ગોરખપુર એક્સપ્રેસમાં 304 મુસાફરોમાંથી એક પણ કોરોના પોઝિટિવ કેસ મળ્યા ના હતા.

આ પણ વાંચો: Unlock-5: સિનેમાઘરો અને મલ્ટીપ્લેક્સ ખુલશે, શાળા કોલેજોનો નિર્ણય રાજ્યો પર

અમદાવાદ શહેરમાં નોવેલ કોરાના વાયરસનું સંક્રમણ ફેલાતું અટકાવવા માટે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા વિવિધ પગલાંઓ લેવામાં આવ્યા છે. જેના ભાગરૂપે અમદાવાદ શહેરના સાતેય ઝોનમાં એક ખાસ ઝુંબેશ હેઠળ ટેસ્ટિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ટેસ્ટિંગ દરમિયાન પરપ્રાંતિય મજુરો તથા કામદારોમાં કોરોના પોઝિટિવ કેસો મોટા પ્રમાણમાં મળી આવ્યા હતા.

શહેરના જુદા જુદા વિસ્તારોમાં વસવાટ કરતાં મજૂરો/કામદારોને શોધવામાં ઘણો સમય વ્યતીત થતો હતો. બીજી તરફ કોરોના પોઝિટિવ ધરાવતા મજૂરો તથા કામદારો અન્ય સાથીદારોમાં સંક્રમણ ઊભું કરે તેવી શકયતા દેખાઇ રહી હતી. જેથી અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને અમદાવાદમાં પ્રવેશે તે પહેલાં જ પરપ્રાંતિય મજૂરો તથા કામદારોના ટેસ્ટ કરવાનું નક્કી કર્યું હતું. જેના ભાગરૂપે જ અમદાવાદ રેલવે સ્ટેશન પર ટેસ્ટિંગની કામગીરી હાથ ધરી હતી.

આ પણ વાંચો: 31 ઓક્ટો.સુધી મહારાષ્ટ્રમાં લોકડાઉન

બુધવારે કાલુપુર રેલ્વે સ્ટેશન પર આવેલી અમદાવાદ દિલ્હી વચ્ચેની રાજધાની એક્સપ્રેસના 629 મુસાફરોનું ટેસ્ટિંગ થયું હતું. તેમાંથી 5 કોરોના પોઝિટિવ કેસો મળી આવ્યા હતા. જયારે ગોરખપુર એક્સપ્રેસ ટ્રેનમાં આવેલા 304 પ્રવાસીઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તેમાંથી એક પણ કોરોના પોઝિટિવ કેસો મળ્યા હતા. જયારે મુઝફ્ફરપુર એક્સપ્રેસ ટ્રેન મારફતે આવેલા 337 પ્રવાસીઓની ચકાસણીમાં 2 પોઝિટિવ કેસો મળી આવ્યા હતા. આમ સરવાળે આજે કુલ 1270 મુસાફરોનું દિવસ દરમિયાન ટેસ્ટિંગ કરાયું હતું. જેમાં 7 મુસાફરો કોરોના પોઝિટિવ નીકળ્યા હતા. આગામી સમયમાં પણ મોટાપાયા પર વિવિધ સ્થળોએ ટેસ્ટિંગની કામગીરી ચાલુ રહેશે તેવું કોર્પોરેશને જાહેર કર્યું છે.