Gujarat Exclusive > દેશ-વિદેશ > COVID-19: વુહાનમાં બસ સેવા શરૂ, દુનિયાભરમાં 18900થી વધારે મોત

COVID-19: વુહાનમાં બસ સેવા શરૂ, દુનિયાભરમાં 18900થી વધારે મોત

0
568

દુનિયાના દરેક હિસ્સામાં નોવેલ કોરોનાવાયરસના કહેર સતત વધી રહ્યું છે. આ વાયરસ દુનિયાભરમાં અત્યાર સુધી 18,900થી વધારે જીવ લઇ ચૂક્યા છે, જ્યારે આનાથી 422,800થી વધારે કન્ફર્મ કેસ સામે આવી ચૂક્યા છે.

જણાવી દઇએ કે, પાછલા વર્ષે ડિસેમ્બરથી પહેલા ચીનના વુહાનમાં નોવેલ કોરોનાવાયરસનો પ્રથમ કેસ સામે આવ્યો હતો. જોકે, મોતનો આંકડો જોઈએ તો આ વાયરસે ચીનથી વધારે કહેર ઈટાલીમાં મચાવ્યો છે.

કયા દેશમાં કેટલા મોત?

ઈટાલી: 6,820
ચીન: 3,281
સ્પેન: 2,991
ઈરાન: 1,934
ફ્રાન્સ: 1,100
અમેરિકા: 782

વુહાનમાં બસ સેવા શરૂ

વુહાનમાં લાગૂ લોકડાઉન વચ્ચે બુધવારે પ્રથમ વખત શહેરની અંદર બસ સેવા શરૂ થઇ. જણાવી દઇએ કે, ચીને મંગળવારે જાહેરાત કરી હતી કે, તેઓ COVID-19નું કેન્દ્ર બનેલ વિસ્તારમાં પાંચ કરોડથી વધારે આબાદી પર લાગૂ લોકડાઉનને બુધવારે ખત્મ કરશે.

જોકે, હુવેઈની રાજધાની વુહાનમાં ચાલી રહેલ લોકડાઉન 8 એપ્રિલે બધી જ રીતે ખત્મ થશે. આનાથી 1.1 કરોડથી વધારે આબાદીવાળા શહેરોમાં લાગેલ પ્રતિબંધ ખત્મ થઇ જશે.

સમાચાર પત્ર પીપુલ્સ ડેલી અનુસાર એક સરકારી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, હુબેઈ પ્રાંતના અન્ય વિસ્તારમાં રહેતા લોકો બુધવારથી ગ્રીન હેલ્થ કોડ સાથે યાત્રા કરી શકશે.

આ વચ્ચે નિષ્ણાતોએ સાવચેત કર્યા છે કે, વિદેશોમાં વધી રહેલા નવા મામલાઓના કારણે દેશમાં સંક્રમણનો બીજો રાઉન્ડ શરૂ થઇ શકે છે.

ચીને બુધવારે જણાવ્યું કે, દેશમાં મંગળવારે ઘરેલૂ ટ્રાન્સમિશનનો કોઈ નવો કેસ સામે આવ્યો નથી. જોકે, દેશમાં મંગળવારે 47 નવા ઈપોર્ટેડ COVID-19 કેસ સામે આવ્યા છે.

ઈરાનથી ભારત આવ્યા 277 ભારતીય, 14 દિવસ આઈસોલેશન સેન્ટરમાં રહેવું પડશે