Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદનાં નિકોલ PSIનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, સિવિલ કોવિડ-19માં હતાં ફરજ પર

અમદાવાદનાં નિકોલ PSIનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, સિવિલ કોવિડ-19માં હતાં ફરજ પર

0
261

અમદાવાદઃ એક તરફ રાજ્યમાં દિવસે ને દિવસે સતત કોરોના સંક્રમિતનાં કેસોમાં વધારો થતો જઇ રહ્યો છે. ત્યારે અમદાવાદમાં તો આંકડાઓ દિવસે ને દિવસે વધતા જ જઇ રહ્યાં છે. ત્યારે રાજ્યમાં કોરોનાની મહામારી યથાવત્ છે. ત્યારે સતત રાજ્યમાં કોરોનાનાં કેસ દિવસે ને દિવસે 300ને પાર જતા જાય છે. ત્યારે ગઇ કાલ બુધવાર સાંજ સુધીની જો વાત કરીએ તો લોકડાઉન 4.0માં મળેલી છૂટ બાદ રાજ્યમાં એક અઠવાડિયામાં કોરોના સંક્રમણની સંખ્યા વધી ગઇ છે. રાજ્યમાં 24 કલાકમાં જ કોરોના વાયરસનાં પોઝિટિવનાં નવા 376 કેસ સામે આવ્યાં હતાં જ્યારે તેની સામે 410 દર્દીઓ સાજા થઇને ઘરે ગયા હતાં. આ સાથે જ રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા હવે 15 હજારને પાર થઇ ગઇ છે. ત્યારે અમદાવાદમાં હવે દિવસે ને દિવસે કોરોના વોરિયર્સ પણ કોરોનાનાં ભોગ બની રહ્યાં છે.

તાજેતરમાં જ અમદાવાદમાં 3 પોલીસકર્મીઓ કોરોના સંક્રમિત થયાં હતાં. જેઓ ત્રણેય પોલીસકર્મીઓનાં મોત નિપજ્યાં છે. ત્યારે એક વાર ફરી અમદાવાદમાં વધુ એક પોલીસકર્મીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. શહેરમાં આવેલ નિકોલ પોલીસ સ્ટેશનનાં PSI કે.ડી. હડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. તમને જણાવી દઇએ કે તેઓ સિવિલ કોવિડ-19માં ફરજ નિભાવી રહ્યાં હતાં. આ અગાઉ ઓઢવનાં PI જાડેજાનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પોલીસ અધિકારી કોરોના સંક્રમિત થતા સ્ટાફમાં ચિંતાનો માહોલ સર્જાઇ ગયો છે.

શહેર ભાજપ પ્રમુખ અને નિકોલનાં ધારાસભ્ય જગદીશ પંચાલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

શહેરમાં કોંગ્રેસનાં ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા બાદ આજે વધુ એક ધારાસભ્યનો પણ રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. નિકોલનાં PSIની જેમ નિકોલનાં ભાજપનાં ધારાસભ્ય અને શહેર ભાજપ પ્રમુખ જગદીશ પંચાલનો પણ કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. તેમને બે દિવસથી સતત તાવ આવતો હતો. ગઈ કાલે રાત્રીએ તેઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હાલમાં તેઓ એપોલો હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં છે અને હાલમાં તેમની તબિયત પણ સુધારા પર છે. તેઓને ટ્વિટ કરીને પણ જણાવ્યું હતું કે, ‘સવારથી ખૂબ જ લોકો મારા સ્વાસ્થ્યની ચિંતા કરી રહ્યાં છે. હું સ્વસ્થ છું મને કોઇ જ તકલીફ નથી. હું હાલ કોરોન્ટાઇન છું. આપણે જલ્દી મળીશું.’

શહેરમાં 27મેની સાંજ સુધીમાં રાજ્યમાં 24 કલાકમાં કોરોના વાયરસનાં પોઝિટિવનાં નવા 376 કેસ સામે આવ્યાં હતાં જ્યારે તેની સામે 410 દર્દીઓ સાજા થઇને ઘરે ગયા હતાં. આ સાથે જ રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 15 હજારને પાર થઇ ગઇ છે. કોરોના પોઝિટિવનાં ટોટલ કેસ 15205 થઇ ગયાં છે.

શહેરનાં વધુ એક કોર્પોરેટર કોરોના પોઝિટિવ

શહેરનાં હાટકેશ્વર-ભાઇપુરા વોર્ડનાં કોંગ્રેસનાં કોર્પોરેટર ઇલાક્ષીબેન પટેલ પણ કોરોના પોઝિટિવ થતાં તેમને હોમ ક્વોરન્ટાઇન કરીને તેમની સારવાર શરૂ કરવામાં આવી છે. લોકડાઉન દરમિયાન તેઓએ પોતાનાં વિસ્તારમાં ઘણી સેવાકીય પ્રવૃત્તિઓ કરી છે. ઉલ્લેખનીય છે કે પૂર્વે કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા અને અમદાવાદનાં કોર્પોરેટરનું કોરોનાનાં કારણે મોત પણ થઇ ચૂક્યું છે. ત્યારે તમને જણાવી દઇએ કે સામાજીક કાર્યકર હોવાનાં કારણે અને કોરોનાનાં સંકટ સમયે લોકોને મદદ કરતા હોવાંને કારણે અમદાવાદ શહેરનાં કેટલાંક કોર્પોરેટરો, પોલીસકર્મીઓ અને ધારાસભ્ય પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે.

કોરોના વાઈરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથીતેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.

COVID-19 નાં ટેસ્ટનો રિપોર્ટ તત્કાલ મળે તે માટે અમદાવાદ મેડિકલ એસોસીએશન હાઇકોર્ટને શરણે